ઐતિહાસિક ઘડી: ચંદ્ર ભણી સફર શરુ

22 July 2019 07:08 PM
India
  • ઐતિહાસિક ઘડી: ચંદ્ર ભણી સફર શરુ
  • ઐતિહાસિક ઘડી: ચંદ્ર ભણી સફર શરુ
  • ઐતિહાસિક ઘડી: ચંદ્ર ભણી સફર શરુ
  • ઐતિહાસિક ઘડી: ચંદ્ર ભણી સફર શરુ

જીએસએલવી-માર્કથ્રી-રોકેટ બાહુબલીથી ચંદ્રયાન-ટુ અલગ પડી ખુદના માર્ગે આગળ વધે છે :દેશ માટે ગૌરવની ક્ષણ કંડારતું ઈસરો-ચંદ્રયાન-ટુ બપોર 2.43 કલાકે રવાના :ઓર્બીટર સાથે લેન્ડર વિક્રમ તથા રોવર પ્રજ્ઞાન 48 દિવસની સફર કરશે :મૂળ શેડયુલમાં 24 કલાકનો ફેરફાર: તા.7 સપ્ટે.ના રોજ ‘વિક્રમ’નું ચંદ્ર પર ઉતરાણ :ચંદ્રયાન નિર્ધારિત ગતિથી આગળ વધે છે: ઈસરોની જાહેરાત: એક એક મુવમેન્ટ પર નજર

શ્રીહરિકોટા: દેશના અંતરીક્ષ ઈતિહાસમાં આજે એક સિમાચિહન રૂપ સફળતામાં ચંદ્રયાન-ટુને સફળતાપૂર્વક રવાના કરવામાં આવ્યું છે. ઓડીસાના શ્રી હરિકોયા અવકાશ મથકના વિક્રમ સારાભાઈ લોન્ચ પેડ પરની બપોરે નિર્ધારેલ સમય મુજબ બપોરે 2.43 કલાકે 20 કલાકના કાઉન્ટડાઉન બાદ જીએસએલવીએમકે-3 રોકેટ દેશમાં જ નિર્મિત ચંદ્રયાન-ટુ ને લઈને તેની અવકાશી સફર પર રવાના થયું છે. જેને આજે દેશભરમાં ‘લાઈવ’ નિહાળવામાં આવ્યું હતું. રંગબેરંગી અગ્નિજવાળા તથા ધુમાડાઓના ગોટા વચ્ચે ચંદ્રયાન-ટુને લઈ જતા રોકેટને લાગવામાં આવ્યું હતું અને ઈસરોના સેકડો વૈજ્ઞાનિકો તથા સમગ્ર દેશના લોકોને દિલની ધડકન વધી ગઈ હતી. અગાઉ ટેકનીકલ કારણોસર બે વખત ઉડાન મુલત્વી રાખવી પડી હતી પણ આજે ફુલપ્રુફ તૈયારી સાથે અવકાશ યાનને રવાના કરવામાં આવ્યું હતું. આ રોકેટની સાથે ચંદ્રની ધરતી પર પહોંચવા માટેના ત્રણ તબકકાના ઓપરેશનમાં ઓર્બીટર લેન્ડર અને રોવરને સાથે રવાના કરાયા છે. ઓર્બીટર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરને 48 દિવસમાં કાપીને તેનું રોવર ચંદ્રની ભ્રમણકક્ષામાંથી લેન્ડર વિક્રમને અલગ કરશે જે તા.7 સપ્ટે.ના રોજ ચંદ્રની ધરતી પર ઉતરશે..
તથા તેનું રોવર પ્રજ્ઞાન રોવરથી અલગ થઈને ચંદ્રની ધરતી પર પરીક્ષણ શરુ કરશે.ભારતનું આ ચંદ્રયાન ચંદ્રની દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખાતી ધરતી પર ઉતરશે અને અહી 14 દિવસનું મહત્વપૂર્ણ સંશોધન કરશે. જો કે ઈસરોએ હવે તા.7 સપ્ટે.ના રોજ લેન્ડર ચંદ્રની ધરતી પર ઉતરશે તેવું જાહેર કર્યુ છે.
આમ સમગ્ર શેડયુલ 1 દિવસ લંબાયું છે. ચંદ્રયાન-ટુ દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. જયાં અત્યાર સુધી કોઈ દેશનું યાન થયું નથી. ઓર્બીટરની આયુષ્ય મયર્ંદા એક વર્ષની છે જયારે એક મીટર લાંબુ લેન્ડરનું આયુષ્ય પૃથ્વીના 14 દિવસ અને ચંદ્રના 1 દિવસનું છે.
વિક્રમ લેન્ડરનું નામ દેશના પ્રથમસ્પેસ સાઈન્ટીસ્ટ વિક્રમ સારાભાઈના નામ પર અપાયું છે.
પૃથ્વી અને ચંદ્રની ધરતીનું અંતર 3.84 લાખ કીમી છે જે સફર 48 દિવસમાં પુરી થશે.
આ અગાઉ આજે ચંદ્રયાનના નબળા થતા પુર્વ ભારે વરસાદ હતો પણ આજના રવાના થવામાં કોઈ વિધ્ન સર્જાયા ન હતા. ઈસરોના છેલ્લા બુલેટીન મુજબ ચંદ્રયાન-ટુને લઈ જતુ રોકેટ તેની સામાન્ય ગતિથી સંતોષકારક રીતે આગળ વધી રહ્યું છે. છેલ્લા અહેવાલ મુજબ રોકેટ બાહુબલીથી ચંદ્રયાન 42 મિનીટથી અલગ થયું છે અને તેના જોર ભણી માર્ગે આગળ સફર શરુ કરી છે અને હવે ચંદ્રયાનની ઓરીજનલ સફર શરુ થઈ છે. પૃથ્વીના વાતાવરણમાંથી બહાર નીકળ્યા બાદ આ પ્રક્રિયા શરુ થઈ છે.

વડાપ્રધાન ન૨ેન્દ્વ મોદીએ સંસદ ભવન ઓફિસમાંથી ચંયાન ઉડાન નિહાળી
એક બાદ એક ચા૨ ટ્વીટથી ઈસ૨ોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા : દેશ માટે ગૌ૨વની ક્ષણ
નવી દિલ્હી, તા. ૨૨
વડાપ્રધાન ન૨ેન્ મોદીએ આજે ચંયાન-૨ની સફળ ઉડાન તેમના સંસદ ભવન ખાતેની ઓફિસમાંથી લાઈવ નિહાળી હતી અને ચંયાન ૨વાના થતા જ વડાપ્રધાન ભાવવિભો૨ થઈ ગયા હતા અને ઉભા થઈને ઈસ૨ોની આ સિધ્ધિઓને તાળીઓ પાડી વધાવી હતી. વડાપ્રધાને એક બાદ એક ચા૨ ટવીટમાં દેશના દ૨ેક નાગ૨ીકો માટે આજે ગૌ૨વની ક્ષ્ાણ છે તેવું જણાવીને ઈસ૨ોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જણાવ્યું કે દ૨ેકના હૃદયમાં ભા૨ત છે. અને દ૨ેકની ઈચ્છા ભા૨ત માટેની છે. દેશના દ૨ેક નાગ૨ીકો આજે ગૌ૨વ અનુભવે છે. મોદીએ કહયું કે ભા૨તમાં મિશન એટલા માટે અગત્યનું છે કે તે ચંના દક્ષિણ ધ્રુવ પ૨ સંશોધન ક૨ના૨ છે. હું ફ૨ી એક વખત ઈસ૨ોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપું છું.


Loading...
Advertisement