કરમસદમાં તસ્કર ટોળકી ત્રાટકી, બંધ મકાનમાં ઘુસી 50 હજારની ચોરી કરી ફરાર

22 July 2019 07:00 PM
Ahmedabad Crime Video

કરમસદ શહેરમાં ગઈકાલે રાત્રે લલિતાનગર, સાશ્વત સોસાયટી અને ભાઈલાલ રેસીડેન્સી વિસ્તારમાં એક તસ્કર ટોળકી ત્રાટકી હતી. રાત્રે 2.54 વાગે આ ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તે પહેલા જ આ ટોળકીએ લલિતાનગરમાં ઉધનાબેન થોમસભાઈના મકાન નં. 20નો દરવાજા તોડી ઘરમાં પ્રવેશી માલ સામાન વેરણ છેરણ કરીને સોનાની સવા તોલાની ચેઈન તથા 17 હજાર રોકડા અને અન્ય ચીજવસ્તુઓ મળીને 50 હજાર ઉપરાંતની મત્તા ચોરી કરીને લઈ ગયા હતા.


Loading...
Advertisement