ગ્રાહકોને અપાતી નિ:શુલ્ક બેંકીંગ સેવા પર જીએસટી વિવાદ હાઈકોર્ટમાં

22 July 2019 06:51 PM
India
  • ગ્રાહકોને અપાતી નિ:શુલ્ક બેંકીંગ સેવા પર જીએસટી વિવાદ હાઈકોર્ટમાં

સરકારે રૂા.18 હજાર કરોડની ઉઘરાણી બેંકો પાસે કરી છે :ભવિષ્યમાં લોકર ચાર્જીસમાં પણ જીએસટી ભરવો પડશે

નવી દિલ્હી તા.22
બેંકો દ્વારા તેમના ગ્રાહકોને અપાતી નિશુલ્ક સેવાઓ એટલે કે જેના પર બેંકો કોઈ ચાર્જ વસુલ કરતી નથી તેના પર પણ બેંકોએ જીએસટી ભરવો જરૂરી છે તેવુ જણાવીને કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા બેંકો પાસેથી રૂા.18 હજાર કરોડથી વધુની વસુલાતની જે નોટીસ આપી છે તેને હવે હાઈકોર્ટમાં પડાકરવામાં આવી છે અને દિલ્હી હાઈકોર્ટે આ મુદે કેન્દ્ર સરકારને નોટીસ મોકલી છે. લગભગ એક વર્ષ પહેલા નાણામંત્રાલયે બેંકોને તેના ગ્રાહકોને અપાતી નિશુલ્ક સેવાઓ પર પણ જીએસટી લાગશે તેવું જણાવીને પાછલી તારીખથી ઉઘરાણી કરી હતી. પરંતુ બેંકોએ તે રકમ ભરવા ઈન્કાર કર્યો અને અનેક વખત આ અંગે સરકારને રજુઆત કરી પરંતુ સરકાર દ્વારા નાણાં ભરવા માટે આદેશ અપાતા હવે તે મામલો કોર્ટમાં ગયો છે. નિ:શુલ્ક સેવાઓ પર જીએસટી વસુલી શકાય કે કેમ તે મુદે દિલ્હી હાઈકોર્ટ તેનો ચુકાદો આપશે. સરકારનો તર્ક છે કે બેંકો જે નિશુલ્ક સેવાઓ આપે છે તેના અને ગ્રાહક વચ્ચેનો મુદો છે. બેંકો સેવા આપે છે તો તેના પર સર્વિસ
ટેકસ ભરવો પડે. સરકારનો તર્ક છે કે બેંકો લોકલ સેવામાં ગ્રાહક પાસેથી ડીપોઝીટ લે છે અને તેના વ્યાજમાંથી ભાડુ વસુલે છે. આમ બેંકો પોતાની આવક ઉભી કરે જ છે પરંતુ તેના પર જીએસટી ભરતી નથી. ઉપરાંત બેંકો ડેબીટ, ક્રેડીટ કાર્ડ, ફ્રી એટીએમ, ચેકબુક, નાણા જમા કરાવવા તથા ઉપાડ કરાવવા વગેરેમાં ગ્રાહકોને જે સુવિધા આપે છે તે સર્વિસ જ છે અને તેથી તેના પર સર્વિસ ટેકસ ભરવો પડે.


Loading...
Advertisement