વિધાનસભાનું સત્ર એક દિવસ લંબાવાયુ

22 July 2019 06:47 PM
Gujarat
  • વિધાનસભાનું સત્ર એક દિવસ લંબાવાયુ

ગાંધીનગર તા.22
ગુજરાત વિધાનસભા સત્ર નો એક દિવસ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે મળતી માહિતી મુજબ ગુજરાત વિધાનસભાનું ચાલી રહેલું બજેટસત્ર 25મી જુલાઈના રોજ પૂરું થવાનું હતું પરંતુ આ સત્ર હવે 26 જુલાઈના દિવસે પૂર્ણ થશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સપ્તાહ દરમિયાન ગુરુવારે બેઠક મળવાની હતી જેનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. અને ધારાસભ્યોને પૂરતી તૈયારી કરવાની તક મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી પરિણામે અધ્યક્ષ દ્વારા વિધાનસભાનો એક દિવસ લંબાવીને એક એક બેઠક અંગેનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળી છે પરિણામે ગુજરાત વિધાનસભાનું ચાલી રહેલું બજેટસત્ર હવે 26 જુલાઈ સુધી ચાલશે.


Loading...
Advertisement