ચૌટા બજારમાં નમી ગયેલી જર્જરીત ઈમારતનું ડિમોલેશન હાથ ધરાયું

22 July 2019 06:40 PM
Surat Video

મુંબઈના ડોંગરીમાં ચાર માળની ઈમારત ધરાશાયી થયા બાદ સુરત મહાનગરપાલિકા તંત્રએ તેજ ગતિએ ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે. ચૌટા બજારમાં આવેલી જર્જરીત અને વર્ષો જૂના 3 માળનું માકન નમી પડ્યું હતું. જેથી પાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. માછલીપીઠ વિસ્તારમાં આવેલા આ જૂના મકાનને કોર્ડન કરીને પાલિકાનીટીમ દ્વારા ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વર્ષો જૂના આ મકાનને અગાઉ ઉતારી પાડવા માટે નોટિસો પણ ફટકારવામાં આવી હતી.


Loading...
Advertisement