બાંદ્રામાં MTNLની 9 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ

22 July 2019 06:37 PM
India Video

મુંબઈની બાંદ્રામાં આવેલી મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડ બિલ્ડિંગમાં સોમવારે ભીષણ આગ લાગી છે. બચાવ અભિયાન માટે ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયરવિભાગના બચાવકર્મીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. બચાવકાર્ય હાલ હજુ ચાલુ છે. મહત્વનું છે કે જે બિલ્ડીંગમાં આગ લાગી છે, તેની છત પર 100 લોકો ફસાયા છે જેમને સુરક્ષિત બહાર કાઢવાનું કામ ચાલુ છે. આ પહેલા મુંબઈમાં જ તાજમહેલ અને ડિપ્લોમેટ હોટલ પાસે આવેલી ચર્ચિલ ચેમ્બર બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી. ફાયરવિભાગના કર્મચારીઓએ 14 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. સાથે બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા.


Loading...
Advertisement