ગર્લફ્રેન્ડને દુલ્હન બનાવી, લોહીથી માંગ ભરી, હત્યા કરી, પ્રેમી ફાંસીએ લટકી ગયો!

22 July 2019 06:36 PM
India
  • ગર્લફ્રેન્ડને દુલ્હન બનાવી, લોહીથી માંગ ભરી, હત્યા કરી, પ્રેમી ફાંસીએ લટકી ગયો!

મુંબઈના કલ્યાણના ગેસ્ટહાઉસમાં બન્યો બનાવ :પ્રેમીની ખૂન ભરી માંગ, લોહીયાળ અંત

મુંબઈ તા.22
કહેવાય પ્રેમલગ્ન પણ કેટલીક આવી જોઈઓ એવી તે શું તકરાર પડી જાય છે કે બન્ને એકબીજાના જાની દુશ્મન બની જાય છે. મહારાષ્ટ્રમાં કલ્યાણમાં આવો જ એક ખોફનાક કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક ગેસ્ટહાઉસમાં મર્ડર અને સુસાઈડ કેસ બહાર આવ્યો છે જેમાં પ્રેમીએ પોતાના હાથમાં ઘાવ કરીને પોતાના લોહીથી ગર્લફ્રેન્ડની માંગ ભરી હતી, ત્યારબાદ તેની સાથે સેલ્ફી કલીક કરી હતી, બાદમાં ગર્લફ્રેન્ડની હત્યા કરી પ્રેમી ફાંસીએ લટકી ગયો હતો.
કેટલાક દિવસો પહેલા રાજકોટમાં લોહિયાળ અંતવાળો બે પોલીસ કર્મીના પ્રેમનો કિસ્સો ચગ્યો હતો, આવો જ કિસ્સો કલ્યાણમાં બન્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ પ્રેમી અરુણ ઉતરપ્રદેશના આઝમગઢનો છે. તેની પ્રેમીકા પ્રતિમા એક બેન્કમાં કામ કરતી હતી. બન્નેની ફેસબુક પર મુલાકાત થઈ હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે અરુણ પિતાને વારાણસી જવાનું કહીને મુંબઈ ગયો હતો અને ત્યાં પ્રેમિકાને મળ્યો હતો. બાદમાં બન્ને ગેસ્ટહાઉસ પહોંચ્યા હતા. હોટલ સ્ટાફનું કહેવું છે કે કપલ રૂમમાં અંદર ગયા પછી બહાર નહોતું આવ્યું. અવાજ દેવા છતાં કપલ બહાર ન આવતા હોટલ સ્ટાફે પોલીસને જાણ કરી હતી. પોલીસે જયારે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે પ્રતિમા પથારી પર મૃત પડી હતી જયારે અરુણની ડેડ બોડી સીલીંગ ફેન પર ફાંસી ખાધેલી હાલતમાં મળેલી પોલીસના અનુસાર સુસાઈડ પહેલા અરુણે તકીયાથી પ્રતિમાનું ગળું દબાવેલું. અલબત, આ કેસમાં પોલીસ હજુ કોઈ નિષ્કર્ષ પર નથી આવી અને પુરાવાની રાહ જોઈ રહી છે.


Loading...
Advertisement