રાજકોટ : શહેર માં વધુ એક સરેઆમ હત્યા

22 July 2019 06:20 PM
Rajkot Crime
  • રાજકોટ :  શહેર માં વધુ એક સરેઆમ હત્યા

રાજકોટ શહેરના શાસ્ત્રી મેદાન પાસે બે રીક્ષાચાલકો વચ્ચે ઝઘડો થતા સાજીદ નામના રીક્ષા ચાલકે રજાક નામના રીક્ષા ચાલક પર છરી ઝીંકી દીધી હતી. આથી રજાક લોહીલૂહાણ હાલતમાં જ નીચે ઢળી પડ્યો હતો. સાજીદ છરી મારી ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે રજાકને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. વધુમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.


Loading...
Advertisement