હવે ખાનગી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી ઓનલાઇન થશે

22 July 2019 06:08 PM
Gujarat
  • હવે ખાનગી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી ઓનલાઇન થશે

સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓમાં સો ટકા ઇન્સ્પેકશન કરાશે : શિક્ષણાધિકારી ઉપાઘ્યાય

રાજકોટ તા.22
સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માઘ્યમિક અને ઉચ્ચતરક માઘ્યમિક શાળાઓ બાદ હવે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી પણ ઓનલાઇન કરવામાં આવનાર છે.
આ માટે જિલ્લા શિક્ષણાધિકારી ઉપાઘ્યાયએ કમરકસીર ગતવિધિઓ તેજ કરી દીધી છે. શિક્ષણાધિકારી ઉપાઘ્યાયનો સંપર્ક કરતા તેઓએ આ અંગે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાની તમામ અંદાજે પપ0 જેટલી સ્વનિર્ભર શાળાઓમાં ઓન લાઇન હાજરીની આ નવી સીસ્ટમ લાગુ કરાશે. તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ આ ઓનલાઇન હાજરીની નવી સીસ્ટમને અનુસરવાનું રહેશે. આ અંગેનો પરિપત્ર પણ હવે ઇશ્યુ કરી દેવામાં આવનાર છે.
શિક્ષણાધિકારી ઉપાઘ્યાયએ વિશેષમાં જણાવેલ હતું કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનાં ઇન્સ્પેકશનની કામગીરી તેઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનું 100 ટકા ઇન્સ્પેકશન કરવામાં આવશે. જેમાં ધોરાજી તાલુકામાં ઇન્સ્પેકશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલ છે. આ ઉપરાંત મુકામ શાળા કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવશે.


Loading...
Advertisement