સોનભદ્ર હત્યાકાંડ મામલે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના ધરણા,

22 July 2019 06:06 PM
Gujarat Politics Video

સોનભદ્ર હત્યાકાંડ મામલે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે રાજકોટ તેમજ અમદાવાદમાં ધરણાં કાર્યક્ર્મ યોજ્યા હતા. રાજકોટમાં યોજાયેલા ત્રિકોણ બાગ ખાતે ધરણા પ્રદર્શનમાં વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની સાથે ૧૫ આગેવાનો ની ત્રિકોણ બાગ ખાતે થી અટકાયત કરવામાં આવી હતી. આ સાથો સાથ અમદાવાદમાં કોચરબ આશ્રમ પાસે ધરણાં યોજ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન રસ્તા રોકવાનો પ્રયાસ કરતા કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની વેજલપુર પોલીસે અટકાયત કરી હતી.


Loading...
Advertisement