જૂનાગઢ મનપાની ચૂંટણી રદ કરવા રાજય ચૂંટણી આયોગમાં રજૂઆત

22 July 2019 05:09 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢ મનપાની ચૂંટણી રદ કરવા રાજય ચૂંટણી આયોગમાં રજૂઆત

જૂનાગઢ તા.22
જૂનાગઢ મહા નગરપાલિકા ચુટણી મતદાન પુર્ણ થયા બાદ જૂનાગઢના જાણીતા જાગ્રુત નાગરિક અને ઉધ્યોગ પતી તુષાર સોજીત્રા દ્વારા ગયકાલે સાંજે રાજ્ય ચુટણી આયોગને પત્ર પાઠવી મહા નગરપાલિકા ચુટણી માં વી.વી.પેટ મશીન ઉપયોગ મા ન લેવાયા હોય ચુટણી રદ્ કરવા માંગ કરી છે
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ મહા નગરપાલિકા ચુટણી માં ગયકાલે મતદાનના દિવસે શહેરના વોર્ડ નંબર 11 ગોકુલ નગર સોસાયટીમાં રહેતા જાગ્રુત નાગરીકની છાપ ધરાવતા તેમજ તાજેતરમાં વોર્ડ નંબર 11 માં જન જાગૃતિની ચાલતી ઝુંબેશ માં મહત્વની ભૂમિકા ભજવનાર તુષાર સોજીત્રા દ્વારા રાજ્યના સંયુક્ત કમિશનર રાજ્ય ચુટણી આયોગ અધીકારી એ.એ.રામાનુજ તેમજ રાજ્યનાં ચુટણી આયોગના સેક્રેટરી એમ.વી.જોષી અને સ્થાનિક મહા નગરપાલિકા ચુટણી અધીકારી/કલેકટર સૌરભ પારઘી ને વિસ્ત્રુત પત્ર પાઠવી મહા નગરપાલિકા ચુટણી ચુટણી રદ્ કરવા માંગ કરી હતી.


Loading...
Advertisement