આધુનિક ટેકનોલોજીયુકત ઉત્કૃષ્ઠ શિક્ષણ માટે નવી શિક્ષણનીતિ : મુખ્યમંત્રી

22 July 2019 04:51 PM
Gujarat
  • આધુનિક ટેકનોલોજીયુકત ઉત્કૃષ્ઠ શિક્ષણ માટે નવી શિક્ષણનીતિ : મુખ્યમંત્રી
  • આધુનિક ટેકનોલોજીયુકત ઉત્કૃષ્ઠ શિક્ષણ માટે નવી શિક્ષણનીતિ : મુખ્યમંત્રી
  • આધુનિક ટેકનોલોજીયુકત ઉત્કૃષ્ઠ શિક્ષણ માટે નવી શિક્ષણનીતિ : મુખ્યમંત્રી
  • આધુનિક ટેકનોલોજીયુકત ઉત્કૃષ્ઠ શિક્ષણ માટે નવી શિક્ષણનીતિ : મુખ્યમંત્રી

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા યોજાયેલ ‘શિક્ષાહી ધર્મ’ કાર્યક્રમમાં સંસ્થાની ડીરેકટરીનું વિમોચન : ખાનગી શાળાઓ અને શિક્ષકોને શ્રેષ્ઠ એવોર્ડ આપવા સૂચન : બાળકને શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ મળવુ જોઇએ : મુખ્યમંત્રીની ટકોર :મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે શિક્ષણવિદો સર્વશ્રી ગીજુભાઇ ભરાડ, ભાયલાલભાઇ પરડવા, ગુલાબભાઇ જાની તથા ડી.પી.પટેલનું અભિવાદન

રાજકોટ તા.22
રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષાહી ધર્મ કાર્યક્રમ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી હોલમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો. જેમાં 3500થી વધુ શિક્ષકો અને 400થી વધુ શાળા સંચાલકો ઉમટી પડયા હતા.
શિક્ષાહીધર્મ કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગ્ટય અપૂર્વમુની સ્વામી ગીજુભાઇ ભરાડ, અજયભાઇ પટેલ, ભરતભાઇ ગાજીપરા, જતીનભાઇ ભરાડ, અવધેશભાઇ કાનગડ તથા કારોબારી સદસ્યોના હસ્તે દિપ પ્રગટાવી કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે પ.પૂ.અપૂર્વમુની સ્વામી દ્વારા ટ્રેઇન ધ ટ્રેઇનર વિષય પર શિક્ષકો અને શાળા સંચાલકોને મદદરૂપ થાય તેવી મોટીવેશનલ સ્પીચ આપી હતી. તેઓએ શાળા સંચાલન, વર્ગ સંચાલન, બાળકનું માણસ, માતા-પિતાની અપેક્ષાઓ એએનઇ સફળતા માટેના સાત સૂત્રો આપ્યા હતા!આ પ્રસંગે મુખ્યમંત્રીનું સ્વાગત રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કોર કમિટી દ્વારા વિશાળ પુષ્પમાળાથી તેમજ બેડીપરા ઝોન દ્વારા અશોક સ્તંભથી કોકરીયા રોડ ઝોન દ્વારા મુખ્યમંત્રીની તસવીરથી મવડી અને જામનગર રોડ દ્વારા ડ્રાયફૂટ બાસ્કેટથી કાલાવડ રોડ, ગાંધીગ્રામ રોડ ઝોન દ્વારા પુસ્તક બાસ્કેટથી અને ગોંડલ, જેતપુર, જસદણ, પડધરી ઝોન દ્વારા સ્ટેશનરી બાસ્કેટથી તેમજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પુષ્ણમાળા, પ્રસાદ અને પ્રમુખ સ્વામી જીવન ચરિત્ર પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં જેની પ્રસિઘ્ધિ છે એવા ચાર શિક્ષક શ્રેષ્ઠીઓનું શાલ અને સન્માપત્રથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સન્માન કર્યુ હતું. જેમાં સર્વ ગીજુભાઇ ભરાડ, ડી.પી.પટેલ, ભાયલાલભાઇ પરડવા અને ગુલાબભાઇ જાનીનું સન્માન કરવામાં આવેલ હતું. આ ચાર કર્મઋષિઓએ હજારો નહી લાખો વિદ્યાર્થીઓનું ઘડતર, ચણતર અને માર્ગદર્શન આપી શફલ કારકિર્દી બનાવવા પ0-પ0 વર્ષ સુધી અવરિત કાર્ય કરેલ છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ - રાજકોટ ડિરેક્ટરી - 2019 નું વિમોચન તેમજ શિક્ષણ શ્રેષ્ઠિઓનું સન્માન કરતા જણાવ્યું હતું કે શિક્ષકની ભૂમિકા સૌથી જવાબદારી વાળી છે. શિક્ષકો ગુરુ સમાન છે તેઓ ઉત્કૃષ્ઠવિદ્યર્થિઓ અને શ્રેષ્ઠરાષ્ટ્રનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કેઅંગ્રેજી માધ્યમના ઝોક સામે ગુજરાતી ભાષાનું સ્વાભિમાન જળવાઈ રહે તે અર્થે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી વિષય કોઈપણ માધ્યમની શાળામાં ફરજીયાત બનાવ્યો છે, શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ મળવું જોઈએ તેના માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ નીતિ તૈયાર કરવામાં આવી હોવાનું તેમણે જાણવાયું હતું.
રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સો ટકા લિટરેસી અને ઝીરો પર્સન્ટ ડ્રોપ આઉટ રેસીઓ તેમજ આધુનિક ટેક્નોલોજી યુક્ત ઉત્કૃષ્ઠ શિક્ષણ મળી રહે તે પ્રકારે નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય શિક્ષણમાં પણ અવ્વ્લ રહે તે માટે રૂ. 30 હજાર કરોડનું પ્રાવધાન કરાયું છે. રેલવે, રક્ષા, ફોરેન્સિક, યોગા, મરિન સહીત અનેક નવી યુનિવર્સીટીના નિર્માણ થકી રાજ્યમાં શિક્ષણ અને રોજગારીની વિપુલ તકો ઉભી કરવામાં આવી છે.
સ્વનિર્ભર શાળાઓ દ્વારા ગુજરાત રાજ્યના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહ્યું છે અને રાજ્ય સરકાર હરહંમેશ તેમને સ્વતંત્ર રીતે શિક્ષણની સેવા આપી રહે તે માટે સહયોગ આપેલો હોવાનું મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ અંતમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતી ભાષાને બચાવવા અને ગૌરવ અપાવવા માટે કોઇપણ માધ્યમમાં ગુજરાતીને ફરજીયાત બનાવીને માતૃભાષાની મોટી સેવા કરેલ છે. તે બદલ આ તકે મંડળ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું અદકેરૂ વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું.
સંસ્થાના પ્રમુખ અજયભાઇ પટેલે જણાવ્યું હતું કે મંડળ સમાજના ઉપયોગી વિવિધ કાર્યો સાથે વિધાર્થી હીતની પણ પવૃતિઓ કરે છે. શિક્ષકોના ઉત્કર્ષ માટે પણ મંડળ કાર્યો કરશે. તેમણે આ તકે સ્વર્નિભર શાળાઓ અને તથા શિક્ષકોને શ્રેષ્ઠ એવોર્ડ આપવા સુચન કર્યુ હતું એક બાળક એક વૃક્ષ અંતર્ગત રાજકોટ જિલ્લાને સ્વનિર્ભય શાળાના વિદ્યાર્થીઓ હરીયાળું બનાવશે ચાલું વર્ષે 150મી ગાંધી જયંતિના ઉજવણી સંદર્ભે રેલી-પ્રદર્શન જેવા કાર્યક્રમો કરાશે.
સંસ્થાના ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડે જણાવ્યું કે આપણા મુખ્યમંત્રીશ્રીએ સવા વર્ષ પહેલા માતૃભાષા ગુજરાતી ફરજીયાત ભણાવવાનો સરાહનીય નિર્ણય લીધો છે. નવી શિક્ષણ નીતી ઘડાઇ રહી છે. તેમા પહેલા પાંચ વર્ષ માતૃભાષા બાળકોને ભણાવવા સુચન કરાયેલ છે. રાજકોટ જિલ્લામાં આગામી તા.31 ઓગષ્ટ સુધીમાં મંડળના શાળાઓના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા 1.20 લાખ વૃક્ષો ઉછેર સાથે વાવેતર કરાશે તેવી જાહેરાત કરી હતી. કાર્યક્રમની આભારવિધી અવધેશભાઇ કાનગડ દ્વારા કરવામાં આવી હતી.
શિક્ષા હી ધર્મ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ અજયભાઇ પટેલ, મંત્રી અવધેશભાઇ કાનગડ, ભરતભાઇ ગાજીપરા, જતીનભાઇ ભરાડ, ડી.કે.વાડોદરીયા, નરેશભાઇ પટેલ, પરિમલભાઇ પરડવા, હસુભાઇ માયાણી, રાજેશભાઇ મહેતા, નરેન્દ્રભાઇ ભાડલીયા, કલ્પેશ સખાવરા, નકાણીભાઇ, જીતેશ મકવાણા, સંજય જોશી, રાણાભાઇ ગોજીયા, વિનયભાઇ લોખીલ, પુષ્કરભાઇ રાવલ, વિપુલ પાનેલીયા, પરેશભાઇ મારૂ, પરેશભાઇ રોલા વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.


Loading...
Advertisement