વેરાવળની બે હવેલીઓમાં હિંડોળા અને મનોરથોના દર્શન કરતા શ્રઘ્ધાળુઓ

22 July 2019 03:53 PM
Veraval
  • વેરાવળની બે હવેલીઓમાં  હિંડોળા અને મનોરથોના દર્શન કરતા શ્રઘ્ધાળુઓ

શનિવારથી શરૂ થયેલ હિંડોળા દર્શનનો લાભ લેવા અનુરોધ

વેરાવળ તા.રર
વેરાવળ શહેરમાં આવેલ બે હવેલીએ અષાઢ વદ બીજ તા.18 થી આ હિંડોળાના દર્શનનો પ્રારંભ થયેલ છે જેમાં ગોવર્ધનનાથજીની હવેલીમં નિકુંજ નાયક ગોવર્ધનનાથજી પ્રભુ એવા બાળકૃષ્ણપ્રભુજીના વિવિધ મનોરથો ભગવત પ્રિત્યર્થે આયોજન કરવામાં આવેલ છે જેનો સર્વે મનોરથના દર્શનનો લ્હાવો લેવા વૈષ્ણવોને તથા ધર્મપ્રેમીઓને ટ્રસ્ટી મંડળ તથા મુખ્યાજી દ્વારા અનુરોધ કરેલ છે.
શ્રી દ્વારકાધીશજીની હવેલીએ તા.20 ને શનિવારથી હિંડોળા દર્શનનો પ્રારંભ થયેલ છે જેમાં દરરોજ જુદા-જુદા મથોરથના હીંડોળા દર્શનનું આયોજન કરાયેલ છે. આ હિંડોળા દર્શનમાં મોરના સાજના હિંડોળા, ફુલના હિંડોળા, લતા પટાના હિંડોળા, પાણી કલરના હિંડોળા, લ્હેરીયાના હિંડોળા, ગુલાબના હિંડોળા, સુકા મેવાના હિંડોળા, શાક પાનના હિંડોળા, જેકો મોતીના હિંડોળા, પવિત્રાના હિંડોળા, લીલા મેવાના હિંડોળા, શ્રાવણ ભાદરવાના હિંડોળા જયારે ગોવર્ધનાથજીની હવેલીએ તા.ર1 ને રવિવારથી હિંડોળા દર્શનનો પ્રારંભ થયેલ છે જેમાં પણ ચંપાના પાનના હિંડોળા, શ્યામ વસ્ત્રના હિંડોળા, હરિયાળી અમાસ દર્પણનાં હિંડોળા, ઠકુરાની ઘાટે દર્પણનાં હિંડોળા, રંક્ષા બંધન દર્પણના હિંડોળા સહીતના તમામ હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવેલ છે.
આમ, બંન્ને હવેલીએ હિંડોળા દર્શનનો સમય સાંજે પાંચ થી છ સુધીનો રહેશે તેમજ શયન દર્શન સાંજના સાત થી સવા સાત રહેશે અને આ બંન્ને હવેલીએ હિંડોળા વિજય સાંજે સાડા પાંચ કલાકે રહેનાર હોવાનું ટ્રસ્ટી મંડળ તેમજ હવેલીના મુખ્યાજી મહેશભાઇ ભટ્ટ, વિવેકભાઇ ભટ્ટ તેમજ ભાર્ગવભાઇ ભટ્ટ દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.
હિંડોળા, 27/7 શનિવાર પાણી કલરના હિંડોળા, 28/7 રવિવાર લહેરીયાના હિંડોળા, 30/7 મંગળવાર ગુલાબના હિંડોળા, 4/8 રવિવાર સુકા મેવાના હિંડોળા, 6/8 મંગળવાર શાક પાનના હિંડોળા, 8/8/ ગુરુવાર જેકો મોતીના હિંડોળા, 11/8 રવીવાર પવિત્રાના હિંડોળા, 14/8 બુધવાર લીલા મેવાના હિંડોળા, 16/8 શુક્રવાર શ્રાવણ ભાદરવા ના હિંડોળા, ગોવર્ધનાથજીની હવેલી : 21/7 રવિવાર ફુલના હિંડોળા, 24/7 બુધવાર ચંપાના પાનના હિંડોળા, 26/7 શુક્રવાર શ્યામ વસ્ત્રના હિંડોળા, 29/7 સોમવાર લહેરીયાના હિંડોળા, 1/8 ગુરુવાર હરિયાળી અમાસ દર્પણનાં હિંડોળા, 2/8 શુક્રવાર સુકા મેવાના હિંડોળા, 3/8 શનિવાર ઠકુરાની ઘાટે દર્પણનાં હિંડોળા, 4/8/ રવિવાર જેકો મોતીના હિંડોળા, 6/8 મંગળવાર શાક પાનના હિંડોળા, 8/8 ગુરુવાર લીલા મેવાના હિંડોળા, 10/8 શનિવાર શ્રાવણ ભાદરવાના હિંડોળા, 11/8 રવિવાર પવિત્રાન હિંડોળા, 15/8 ગુરુવાર રંક્ષા બંધન દર્પણના હિંડોળા આમ બંને હવેલીએ હિંડોળા દર્શન નો સમય સાંજે 5 થી 6 સુધીનો રહેશે તેમજ સયન દર્શન સાંજના 7 થી 7:15 રહેશે તેમજ બંને હવેલીએ હિંડોળા વિજય સાંજે 5:30 કલાકે રહેશે તેમ ટ્રસ્ટી મંડળ તેમજ બંને હવેલીના મુખ્યાજીની એક અખબારી યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement