વેરાવળ સિવિલ હોસ્પિટલમાં એકસ-રે મશીન બંધ : ગરીબ દર્દીઓને ભારે હેરાનગતિ

22 July 2019 03:52 PM
Veraval
  • વેરાવળ સિવિલ હોસ્પિટલમાં એકસ-રે મશીન બંધ : ગરીબ દર્દીઓને ભારે હેરાનગતિ

રોગી કલ્યાણ સમિતિની મળેલી બેઠકમાં વિવિધ મુદાઓની ચર્ચા થઇ

વેરાવળ તા.22
ગીર-સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે આવેલ સીવીલ હોસ્પીટલમાં એકસ-રે મશીન છેલ્લા ઘણા સમયથી બંધ હોવાથી દર્દીઓને મુશ્કેલી પડી રહેલ છે. આ બાબતે રાજયના મુખ્યમંત્રી સહીતના લાગતા વળગતાઓને રજૂઆત કરી વ્હેલી તકે એકસ-રે મશીનની સુવિધા મળે તેવી માંગ કરેલ છે.
આ અંગે અભિનેત્રી રાજશ્રી મિના સેવા સમિતિ દ્વારા મુખ્યમંત્રી સહીતનાને લેખીત રજૂઆતમાં જણાવેલ કે, સીવીલ હોસ્પીટલમાં એકસ-રે મશીન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી દર્દીઓને હાલાકી પડી રહેલ છે. એકસ-રે મશીન ટેકનીકલ કારણોસર બંધ હોય અને તેનું રીપેરીંગ કરવું અશકય હોવાથી નવું એકસ-રે મશીનની ફાળવણી કરવામાં આવે તેવું રજૂઆતમાં જણાવેલ છે.
આ ઉપરાંત સીવીલ હોસ્પીટલમાં કમરના દુ:ખાવાના દર્દીઓને બેલ્ટ આપવામાં આવી રહેલ પરંતુ આ બેલ્ટ ન હોવાથી દર્દીઓને આ બેલ્ટની સુવિધા પણ વ્હેલીતકે મળે તેમ રજૂઆતના અંતમાં જણાવેલ છે. આ રજૂઆતની જાણ આરોગ્ય મંત્રી, જીલ્લા કલેકટર સહીતના લાગતા વળગતાને કરેલ હોવાનું સોની યોગેશ સતીકુંવરે એક યાદીમાં જણાવેલ છે.

રોગી કલ્યાણ સમિતિની બેઠક
જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે કલેકટર અજયપ્રકાશનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા રોગ સંકલન સમિતિની બેઠક યોજાયેલ જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્ય એ બેઠક અંગે વિગતો આપતા જણાવેલ કે, 2018 માં મેલેરીયાનાં કુલ પોઝીટીવ કેસ 196 થયા હતા. આ વર્ષે ઘટીને માત્ર 31 નોંધાયા હતા. ડેંગ્યુનાં 2018નાં પોઝીટીવ કેસ 25 હતા. જે 2019 નાં વર્ષ દરમ્યાન માત્ર ચાર નોંધાયા હતા. ચીકનગુનીયાનાં 2018 નાં કુલ પોઝીટીવ કેસ 13 હતા. જે 2019 માં માત્ર બે નોંધાયા હતા. વાયુ વાવાઝોડા અન્વયે તમામ તાલુકા વિસ્તારોમાં સ્થળાંતર ગામો 47 ની કુલ છાવણી 142 માં વાહન સાથેની મેડીકલ ટીમો 42 અને 246 આરોગ્ય કર્મચારીઓએ છાવણીમાં રહેલ 567 વ્યક્તીઓને આરોગ્યની સેવાઓ આપી હતી. 169 સગર્ભા માતાને ડીલેવરી કરવામાં આવી હતી અને આગામી 15 દીવસમાં થનાર ડીલેવરી 504 માંથી 60 સગર્ભા માતાઓને હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.

ઇણાજ ખાતે ડીસ્ટ્રીક્ટ લેવલ ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટિની બેઠક યોજાઇ
જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે કલેકટર અજયપ્રકાશનાં અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીક્ટ લેવલ ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લામાં તમાંકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ શૈક્ષણિક સંસ્થાઓમાં યલો લાઇન કેમ્પેઇનની કામગીરી, 31 મે વિશ્વ તમાંકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્યએ વિગત આપતા જણાવેલ હતું.
જિલ્લા કલેકટરે આ બેઠક અન્વયે જણાવેલ કે, કોટપ્પા 2003 કલક છબીનું સખ્ત પાલન કરવા ગીર-સોમનાથ જિલ્લાની કોઇ પણ શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં તમાંકુનું કે તમાંકુની બનાવટનું વેંચાણ કરનાર સામે કાયદેસરનાં પગલા લેવા જે તે વિભાગનાં અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.


Loading...
Advertisement