વેરાવળમાં મંદિરની છત તોડતા સમયે બાજુની દુકાનનો સ્લેબ તૂટયો : એક ઘાયલ

22 July 2019 03:51 PM
Veraval
  • વેરાવળમાં મંદિરની છત તોડતા સમયે બાજુની દુકાનનો સ્લેબ તૂટયો : એક ઘાયલ

ઘવાયેલા સોની વેપારીને તત્કાલ સરકારી દવાખાને ખસેડાયો

વેરાવળ તા.22
વેરાવળ શહેરમાં શનિવારે સાંજના સમયે સોની બજાર વિસ્તારમાં આવેલ મંદિરની છત (સ્લેબ) તોડી રહેલ તે સમયે બાજુમાં આવેલ સોંનીની દુકાનનું છજુ પણ અકસ્માતે તુટી જતા દુકાન માલીકને ઇજાઓ સાથે ખાનગી હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ છે. શનિવારે સાંજે સોની બજારના વેપારીઓ વરસાદ માટે સોમનાથ મહાદેવના દર્શનાર્થે જનાર હોય તે સમયે જ આ બનાવ બનતા સોમનાથ જવાનું મુલત્વી રહેલ હોવાનું જાણવા મળેલ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ સોની બજારમાં પૌરાણીક ભગવાન શિવનું બાબુલનાથ મંદિર આવેલ છે ત્યારે આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ આવી રહેલ હોવાથી મંદિરમાં રીપેરીંગ કામગીરી ચાલી રહેલ જેમાં મંદિરનો છત (સ્લેબ) જર્જરીત હોવાથી નવો સ્લેબ બાંધવા આ જર્જરીત સ્લેબને ઉતારવાની કામગીરી ચાલી રહેલ તે વખતે શનિવારે સાંજે પાંચ વાગ્યા આસપાસ અચાનક મંદિરના સ્લેબ સાથે જોડાયેલ બહારનો ભાગ ધડાકાભેર તુટી ગયેલ અને આ મંદિરની બાજુમાં જ સોની નરેશભાઇ નગીનદાસ શાહ ની દુકાન આવેલ હોય તે દુકાનનું છજુ નરેશભાઇ ની માથે પડતા ઇજાઓ સાથે વેરાવળની ખાનગી હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ છે.
આજે સોની બજારના વેપારીઓ મેઘરાજાને વરસે તે માટે ભગવાન સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવા જનાર હોય તેથી સોની બજારના દુકાનદારો દુકાનો બંધ કરી રહેલ હતા અને નરેશભાઇ શાહ પણ પોતાની દુકાન બંધ કરતા હોય ત્યારે દુકાનનું છજુ માથે પડતા ઇજાઓ સાથે ખાનગી હોસ્પીટલમાં ખસેડેલ જેથી સોમનાથ જવાનો કાર્યક્રમ મુલત્વી રાખી સોની વેપારીઓમાં ગીરીશભાઇ પટ્ટ, અરવીંદભાઇ રાણીંગા, તુલસીભાઇ ગોહેલ, યોગેશભાઇ સતીકુંવર સહીતના હોસ્પીટલે દોડી ગયેલ હતા.


Loading...
Advertisement