ધ્રાંગધ્રાના ગંજેળા ગામે પતિએ પત્નીનું ગળુ દબાવી માર માર્યો

22 July 2019 03:24 PM
Morbi
  • ધ્રાંગધ્રાના ગંજેળા ગામે પતિએ પત્નીનું ગળુ દબાવી માર માર્યો

હોસ્પિટલમાં સારવાર લઇ પરિણીતા પણા ગામે પિયર ચાલી ગઇ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.22
ધ્રાંગધ્રા તાલુકાના ગંજેળા ગામમાં સાસરિયાના ત્રાસથી દિકરી વણા પિયરમાં ભાગીને આવી ગઇ હતી. ત્યારે પતિ દ્વારા ગળુ દબોચી મારવાનો પ્રયાસ કરતા અને સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતો હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું. લખતર તાલુકાના વણા ગામનાં ભરતભાઈ ઠાકરશિભાઈ બરીપાની પુત્રી તેજલબેનને એકાદ વરસ પહેલા ગંજેળા ગામનાં નિલેશભાઇ સાથે પરણાવેલા હતા. પરંતુ તા. 19 જુલાઈને શુક્રવારની રાત્રે ગમે તે કારણોસર પતિ નિલેશભાઈએ ગળું દબોચી મારવાનો પ્રયાસ કરતા હોવાનું તેજલબેને જણાવ્યું હતું.ત્યારબાદ તા.20 જુલાઈને શનિવારની વહેલી સવારે 20 વર્ષના તેજલબેન પોતાના સાસરે ગંજેળા ગામથી ભાગી નીકળી પિયર વણા ગામે આવી ગયા હતા. જ્યાંથી તેમના પિતા ભરતભાઇ ઠાકરશીભાઈ લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા. ત્યારે ફરજ પરનાં તબીબ ડો.પરેશ દુલેરાએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર જવા તેજલબેનને જણાવ્યુ હતુ. આ બનાવ અંગે લખતર પોલીસનો સંપર્ક સાધતાં ફરજ પરનાં અધિકારીએ હજુ સુધી આ ઘટનાની કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવાનું જણાવ્યું હતું.


Loading...
Advertisement