ગોંડલ ભાજપ અગ્રણી પ્રફુલભાઇ ટોળીયાના વડીલ બંધુ વિનોદભાઇનું અમેરિકામાં નિધન

22 July 2019 03:14 PM
Gondal
  • ગોંડલ ભાજપ અગ્રણી પ્રફુલભાઇ ટોળીયાના
વડીલ બંધુ વિનોદભાઇનું અમેરિકામાં નિધન

અમેરિકાથી પાર્થિવદેહ વતન આવ્યા બાદ અંતિમવિધિ : શોક

ગોંડલ તા.22
ગોંડલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તેમજ માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા ના વડીલબંધુ નિવૃત પોલીસ અધિક્ષક વિનોદભાઈ રામજીભાઈ ટોડીયા નું અમેરિકા ખાતે કેલિફોર્નિયામાં હાર્ટ એટેકના કારણે નિધન થતા ગોંડલ પંથક તેમજ માલધારી સમાજ અને પોલીસબેડામાં ઘેરો શોક છવાયો છે, તેઓના પાર્થિવદેહને ગોંડલના જામવાડી ખાતે લાવવામાં આવશે અને બાદમાં અંતિમવિધિ કરાશે.
નિવૃત્ત પોલીસ અધિક્ષક વિનોદભાઈ ટોળીયા એક બાહોશ અને કડક પોલીસ અધિકારીની છાપ ધરાવતા હતા અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ઘટનામાં ઓફિસર ઈન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે રહીને કેરાલા, તામિલનાડુથી ગુન્હેગારોને ઝડપી પડ્યા હતા, ગાંધીનગરના અક્ષરધામ ખાતે આતંકવાદી હુમલો થયો પોલીસ અધિકારી તરીકે સૌ પ્રથમ તેઓ પહોંચ્યા હતા. ઉપરાંત ખેડા ખાતે ચકચારી બનેલા મૂકબધીર બાળા પર બળાત્કારના કેસમાં આરોપીઓને આકરી સજા અપાવી હતી. વિનોદભાઈ ટોળીયા ભરવાડ સમાજ માટે એક શૈક્ષણિક મિશાલ બની રહ્યા હતા તેમણે ખાસ કરીને ખાસ કરીને સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે સરાહનીય પ્રયત્નો કર્યા હતા. તેમણે ગુજરાતમાં આભીર સેન્ટર ફોર એક્સિલન્ટ નામથી સંસ્થા શરૂ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે સમાજના બાળકોના માર્ગદર્શક બન્યા હતા તેમના નિધનથી ગોંડલ પંથકમાં ઘેરો શોક ફેલાયો હતો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી જયંતીભાઈ ઢોલ, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, પત્રકાર સંઘના જીતુભાઈ આચાર્ય, હિમાંશુ પુરોહિત, જીતુભાઈ પંડ્યા સહિત શોક દર્શાવી સદગત ને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.


Loading...
Advertisement