સાવરકુંડલામાં સહજાનંદ વિદ્યાલયે 108 એમ્બ્યુલન્સની વિગતો અપાઇ

22 July 2019 03:00 PM
Amreli
  • સાવરકુંડલામાં સહજાનંદ વિદ્યાલયે 108 એમ્બ્યુલન્સની વિગતો અપાઇ

સુદર્શન નેત્રાલયે રકતદાન કેમ્પ : 100 બોટલ રકત એકત્ર

સાવરકુંડલ, તા. રર
શ્રી સહજાનંદ પ્રાથમિક વિદ્યાલય જેસર રોડ ગુરુકુળ સાવરકુંડલા માં યોજાયો આરોગ્ય અને આપત્કાલીન જાગૃતિ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર ની આરોગ્ય લક્ષી 108 ની સેવા નાં ઉપક્રમે આવતી બાબતોની જાણકારી પ્રેક્ટિકલ જ્ઞાન ખૂબ સુંદર રીતે શ્રી જગદીશભાઈ સોલંકી તેમજ શ્રી ફિરોઝભાઇ બેલીમ દ્વારા અપાયુ હતું.
આ સમગ્ર કાર્યક્રમ નાં આયોજન કરવામાં આચાર્ય શ્રી ગિરીશભાઇ વ્યાસ તેમજ ચિરાગભાઇ મકવાણા એ જહેમત ઉઠાવી હતી. તેમજ આ સંસ્થાના પ્રમુખ શ્રી ભગવતપ્રસાદ દાસજી સ્વામી એ આશીર્વાદ પાઠવ્યા હતા અને સંસ્થા નાં મે. ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઇ કનકોટીયા સાહેબે પોતાનો રાજીપો વ્યકત કર્યો હતો.
નેત્ર કેમ્પ
સાવરકુંડલા શહેરમાં શ્રી સદગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી નાગરદાસ ધનજી ટૃસ્ટ સંચાલીત સુદશઁન નેત્રાલય અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ મેગા કેમ્પનુ ભવ્ય આયોજન થયેલ.ભારે વરસાદ હોવા છતા પણ દદીઁઓએ ખૂબ મોટી સંખ્યામાં સેવા નો લાભ લીધો હતો.
100 બોટલ મહા રક્તદાન
સદ્દભાવના ગૃપ આયોજીત સ્વ. સુરેશભાઈ નાગ્રેચા ની 5 મી પુણ્યતિથિ નિમિતે 87 મહા રક્તદાન કેમ્પ જેમાં પરમપૂજ્ય ઉષા મૈયા શિવ દરબાર આશ્રમ કાના તળાવ આશ્રમ આશીર્વાદ રક્તદાતાઓને આપ્યા 2 મહિના પહેલા સાવરકુંડલા ની ધર્મ પ્રેમી જનતા 46 ડિગ્રી તાપમાનમાં પણ 123 બોટલ રક્તદાન થયું હતું. તેવીજ રીતે આજે પણ મેઘરાજા એ વહેલી સવારથી જ આગમન થયું પરંતું સાવરકુંડલા ના લોકો એ શરૂ વરસાદે પણ રક્તદાન કર્યું. છેલ્લા ત્રણ વર્ષથી સદભાવના ગ્રુપ સૌરાષ્ટ્ર માં ત્રણ વખત સૌથી વધુ રક્તદાન કરવા બદલ રેડક્રોસ અમરેલી દ્વારા એવોર્ડ પણ સદભાવના ગ્રુપ એનાયત કરવામાં આવ્યા હતા.
દુધરેજ વડવાળા મંદિર ના ગાદીપતિ શ્રી 1008 મહામંડલેશ્વર કણીરામ બાપુના અધ્યક્ષસ્થાને થયેલી જાહેરાત
વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જીવરાજભાઈ આલ ની સૂચના અનુસાર પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોકુળભાઈ કરમટા ની ભલામણથી વિહોતર ગ્રુપ પ્રદેશ કારોબારીની સહમતિથી સાવરકુંડલા ના રહેવાસી મુકેશભાઇ વી રબારી ને પ્રદેશ સંગઠન મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરતા સમગ્ર સાવરકુંડલા અને અમરેલી જીલ્લા રબારી સમાજમાં ખુશાલીનો માહોલ.મુકેશભાઈ રબારી ઉપર અભિનંદનની વર્ષા.


Loading...
Advertisement