મોરબી સિંચાઇ કૌભાંડ : જિલ્લા ભાજપના મહામંત્રી ગોહિલ બે દિના રીમાન્ડ પર

22 July 2019 03:00 PM
Morbi Crime Gujarat
  • મોરબી સિંચાઇ કૌભાંડ : જિલ્લા ભાજપના મહામંત્રી ગોહિલ બે દિના રીમાન્ડ પર

10 લાખના વહીવટની ચર્ચા : ઘરમાં પણ તપાસ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.22
મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજનાના કૌભાંડમાં અત્યાર સુધીમાં અધિકારી અને પદાધિકારીની ધરપકડો કરવામાં આવી છે જે પૈકીના મોટાભાગના જમીન મુક્ત થઇ ગયા છે જો કે, છેલ્લે એ-ડીવીઝન પોલીસ દ્વારા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે અને તેના રીમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ ગુનામાં હજુ પણ કેટલીક મંડળીઓના હોદેદારોની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે. મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી નાની સિંચાઈ યોજનાના કૌભાંડની ચર્ચાઓ કરવામાં આવી રહી છે અને આ કૌભાંડમાં જે તે સમયના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર કાનાણી, કોન્ટ્રકટર ચૈતન્ય પંડ્યા, અગાઉ હળવદ કોંગ્રેસના અને હાલમાં ભાજપના ધારાસભ્ય ધારાસભ્ય પરસોતમભાઈ સબરીયા સહીત અનેકની ધરપકડ કરવામાં આવ છે. તે પૈકીના મોટાભાગન હાલમાં જમીન મુક્ત થઇ ગયા છે દરમ્યાન ગત શનિવારે મોરબી એ-ડીવીઝન પોલીસ દ્વારા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી અને તેના સાત દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જીલ્લામાં સરકારી ગ્રાન્ટના અંદાજે 20 કરોડ રૂપિયામાંથી જળ સંગ્રહ શક્તિ વધારવા માટેના જે કામો કરવાના હતા તેમાં જવાબદાર અધિકારી દ્વારા બોગસ બીલ સહિતના પુરાવાઓ ઉભા કરીને મહા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાથી વર્તમાન ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે તેવામાં હળવદ તાલુકાના માનસર ગામના રહેવાસી અને મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલની નાની સિચાઈ યોજનાના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપના આ આગેવાન દ્વારા જે તે સમય કૌભાંડ સંદર્ભમાં સબંધિત વિભાગના અધિકારીને અરજી કરી હતી અને ત્યાર બાદ તેને પોતાની અરજી પછી ખેચી લઈને કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે તેવું લખી આપ્યું હતું જેથી કૌભાંડમાં તેની પણ સંડોવણી સામે આવી રહી હોવાથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવ છે અને બિન આધારભૂત સુત્રોના કહેવા પ્રમણે 10 લાખથી વધુનો વહીવટ કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લમાં સરકારી નાણાની ગેરરીતી કરીને આચરવામાં આવેલ કૌભાંડમાં માત્ર સરકારી ચોપડે જ કામ કરનારા કોઈને પોલીસ છોડશે નહી તેવા સંકેત પોલીસ વિભાગ તરફથી આગાઉ આપી દેવામાં આવ્યા હતા. જે તે સમયે કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ભાજપના હોદેદાર સામે આંગળી ચિંધવામાં આવી હતી અને હાલમાં જીલ્લા ભાજપના મહામંત્રીની ધરપકડ કરવામાં આવી છે જેથી ખોટા નકશા અને ખોટા બીલો બનાવીને સરકારી નાણા હજમ કરી ગયેલા જુદીજુદી મંડળીઓના હોદેદારોની પણ હવે આગામી દિવસોમાં ધરપકડો કરવામાં આવે તો નવાઈ નથી. પોલીસે તેના ઘરમાં તપાસ કરી વહીવટ કર્તાની પણ શોધખોળ આદરી છે.


Loading...
Advertisement