આટકોટની તમામ શેરીઓમાં પેવર બ્લોક પાથરવાના કામનો પ્રારંભ

22 July 2019 02:58 PM
Jasdan
  • આટકોટની તમામ શેરીઓમાં પેવર બ્લોક પાથરવાના કામનો પ્રારંભ

લોકોને વધુ સગવડતા મળશે : કામગીરી ઝડપથી પુરી કરાશે

જસદણ, તા. રર
જસદણના આટકોટ ગામે કૈલાશનગર વિસ્તારમા સરકારશ્રીની ગ્રાન્ટ માથી બ્લોક રોડનું કામ ચાલુ થતા વિસ્તારના લોકામા ખુશીની લહેર વ્યાપી છે.
આટકોટ ગ્રામ પંચાયત ના સરપંચ લીલાવંતીબેન દેવશીભાઈ ખોખરીયા, ન્યાય સમિતીના ચેરમેન ભાવનાબેન જયેશભાઇ ધમલ તેમજ વિજયભાઈ ધમલ સહિતના મહાનુભવાઓના વરદ હસ્તે ખાત મુહરત કરી બ્લોક રોડનું કામ શરૂ કરવામાં આવેલ આતકે સરપંચ લીલાબેન ખોખરીયા ઉપ સરપંચ ઇલાબેન જોટગિયા આટકોટ ગામના મોભી અને સહકારી
મંડળી ના પૂર્વ પ્રમુખ દેવશીભાઈ ખોખરીયાવિનુભાઈ યાદવ,દેવજીભાઈ દાફડા,ધીરૂભાઇ ખીમસૂરિયા સહિતના ગ્રામ્ય જનો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
રસ્તાનું ધોવાણ
રાજકોટ ભાવનગર રોડ પર આર કે કોલેજ ની બાજુ માં જતાં રોડ પર આવેલ ગઢકા ગામ અને ફારદંગ ગામ વચ્ચેનો આ રોડ તાજેતરમાં બનેલો હોવા છતાં ધોવાણ થઈ ગયું છે કોઈ જાનહાની થાય તે પહેલાં તંત્ર જાગી રોડ રીપેરીંગ કરાવે ઍવી વાહનચાલકો માં માંગ ઉઠવા પામી છે.
સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વરસાદ માટે ખાસ દુઆ કરવામાં આવી
જસદણ તા. 20: જસદણ મૂકામે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વરસાદ માટે ખાસ દુઆ નો પ્રોગ્રામ રાખવામાં આવેલ જેમાં વિવિધ જમાઅત નાં આગેવાનો અને સમસ્ત મુસ્લિમ સમાજ જસદણ દ્રારા જૂમ્મા મસ્જિદે થી ઉઘાડા પગે ચપ્પલ વગર કાળૂપીર સાહેબ ની દરગાહ જઈ દુઆ સલામ કરવામાં આવેલ ત્યાથી લગભગ એક કિલોમીટર દુર ઈદગાહે ઈદ મસ્જિદ ઉઘાડા પગે કશીદા પડતા પડતા પહોચી ત્યા દૂઆ નો પ્રોગ્રામ રાખવામાં આવેલ સમગ્ર મસ્જિદ નાં પેશ ઈમામ દ્વારા વરસાદ માટે ખાસ દુઆ માંગી હતી આ પ્રોગ્રામ ને સફળ બનાવવા મેમણ જમાઅતનાં આગેવાનો તથા કસ્બા સમાજ નાં આગેવાનો દ્વારા ખુબજ મહેનત કરવામાં આવેલ હતી.


Loading...
Advertisement