ગોંડલમાં યોજાયેલા રકતદાન કેમ્પમાં 140 બોટલ રકત એકત્ર થયું

22 July 2019 02:55 PM
Gondal
  • ગોંડલમાં યોજાયેલા રકતદાન કેમ્પમાં 140 બોટલ રકત એકત્ર થયું

સાયબર ક્રાઇમ અંતર્ગત પોલીસનો સેમીનાર યોજાયો

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ, તા. રર
ગોંડલ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે ઓક્શન શેડમાં યુદ્ધ એ જ કલ્યાણ ગૃપ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ સંજયભાઈ ભાદાણીની તૃતિય પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા, અક્ષર મંદિરના પૂજ્ય કોઠારીસ્વામી, આરુણીભગત તેમજ યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલભાઇ દોંગાના હસ્તે કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રભરમાંથી આવેલ 14 બ્લડ બેંકના 140 થી પણ વધુ સદસ્યો દ્વારા રક્તદાન કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ મહારક્તદાન કેમ્પ માર્કેટીંગ યાર્ડના ઓક્શન શેડમાં રાખવામાં આવ્યો હોય રક્તદાતાઓથી ખચોખચ ભરાઈ જવા પામ્યો હતો અને સાંજ સુધીમાં 5128 બોટલ રક્ત એકત્ર થઈ જવા પામ્યું હતું.
યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ ટ્રસ્ટની અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ
આ તકે યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલભાઇ દોંગા એ જણાવ્યું હતું કે તેઓના ગ્રુપ દ્વારા ગત વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 2800 બોટલ રક્ત એકત્ર થયું હતું અને 1100 સોથી પણ વધુ લોકોને વર્ષ દરમિયાન નિશુલ્ક તો પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ અંગદાન સંકલ્પ નો પણ કેમ્પ યોજાયો હતો જેનો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો છે.
શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન દરરોજ રાત્રે લઘુ રુદ્રાભિષેક કરાશે
આગામી તારીખ 2 ના શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, પ્રતિવર્ષ મુજબ સ્મશાન ખાતે આવેલ શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરે આચાર્ય હિતેશભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને સંગીત સાથે લગ્ન રુદ્રાભિષેક નું આયોજન કરવામાં આવેલ છે જેનો સમય રાત્રીના 8 થી 12 નક્કી કરાયો છે આ લઘુ રુદ્રાભિષેક માં બેસનાર યજમાનો પાસેથી કોઇપણ જાતનો ચાર્જ કે ફી લેવામાં આવતી નથી.
જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાઇબર ક્રાઇમ થી બચવા સેમીનાર યોજાયો
ગોંડલના નવનિર્મિત ટાઉન હોલ ખાતે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાયબર ક્રાઇમ થી બચવા સાઈબર સુરક્ષા અંગેના સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, ગોંડલ ડીવાયએસપી હરપાલસિંહ જાડેજા, જેતપુર ડી.વાય.એસ.પી ભરવાડ, ડીવાયએસપી ગોસ્વામી, જિલ્લાભરના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પી.એસ.આઇ પ્રિન્ટ મીડિયા તેમજ ઈલેક્ટ્રીક મીડિયાના પત્રકારો હાજર રહ્યા હતા.


Loading...
Advertisement