પિતાની ઈચ્છા અનુસાર સુરતની સ્તુતિએ સચિન તેંડુલકરની ફેરારી કારમાં બેશીને દીક્ષા લીધી

22 July 2019 01:52 PM
Surat Gujarat
  • પિતાની ઈચ્છા અનુસાર સુરતની સ્તુતિએ સચિન તેંડુલકરની ફેરારી કારમાં બેશીને દીક્ષા લીધી

સુરતની 17 વર્ષીય સ્તુતિ શાહ આજે દીક્ષા લઈને સંયમના માર્ગે જવા નીકળશે.

સુરત :સુરતની 17 વર્ષીય સ્તુતિ શાહ આજે દીક્ષા લઈને સંયમના માર્ગે જવા નીકળશે. આ માટે તેના પિતાની ઈચ્છા અનુસાર, માસ્ટરબ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારીમાં બેસીને તે દીક્ષાલેવાના મુહૂર્ત નીકળી હતી. મળતી માહિતી પ્રમાણે નાનપુરાથી કૈલાશનગર સુધી તેનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં સોળ શણગાર કરીને સ્તુતિ ફેરારીમાં બેસીને દિક્ષા લેવી નીકળી હતી.

જૈન સમાજનો પવિત્ર ચાર્તમાસનો આરંભ થઈ ગયો છે. આ સાથે જ હવે સંઘ અને ઉપાશ્રયોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ત્યારે સુરતમાં આજે 17 વર્ષીય સ્તુતિ શાહ દિક્ષા લેવા જઈ રહી છે. આજે તે સાધ્વી વિનીતયશા મહારાજના ગ્રૂપમાં દિક્ષા ગ્રહણ કરશે. દીક્ષા ગ્રહણ કરતા પહેલા તેને દીક્ષા મુહૂર્ત લેવા જવાનું હતું. જેના માટે માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી મંગાવવામાં આવી હતી. તેના પિતાની ઈચ્છા હતી કે, તેની દીકરી ફેરારીમાં દીક્ષા લેવા જાય. તેથી ખાસ ફેરારી મંગાવવામાં આવી હતી. ફેરારીમાં શણગાર કરીને નીકળેલી સ્તુતિ સોહામણી લાગતી હતી. આ પ્રસંગે તેના સ્વજનો જોડાયા હતા.


Loading...
Advertisement