કોમનવેલ્થ ગેમ્સ: મિકસ્ડ ડબલમાં ભારતીય સાથીયાન અને અર્ચનાને ગોલ્ડ મેડલ

22 July 2019 01:21 PM
Sports
  • કોમનવેલ્થ ગેમ્સ: મિકસ્ડ ડબલમાં ભારતીય સાથીયાન અને અર્ચનાને ગોલ્ડ મેડલ

સિંગાપોરનાં પેંગ યુ ઈન કોઈન અને ગોઈ સુઈ ઝુઆનને 3-0 થી પરાજીત કર્યા

કટક તા.22
જી.સાથીયાન અને અર્ચના કામથે ગઈકાલે રવિવારે અત્રે સિંગાપોરનાં પેંગ યુ ઈન કોઈન અને ગોઈ સુઈ ઝુઆનને 3-0 થી હેરાવીને 21 મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પીયનશીપમાં મિશ્રિત ફુગલનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીતથી સાથીયાન અને અર્ચનાએ અચંતા કમલ અને શ્રીજી અકુલાની હારનો બદલો પણ ચૂકતે કરી દીધો હતો.
પુરૂષ સીંગલમાં બીજુ સ્થાન મેળવનાર શરતે પ્રથમ ત્રણ મેચ પોઈન્ટ અને ત્યારબાદ ફરી કવાર્ટર ફાઈનલમાં મેચ ગુમાવ્યા હતા. જેથી તેની મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યુ હતું. પેંગે શરત પાસેથી જીત છીનવીને સેમી ફાઈનલમાં જગ્યા બનાવી હતી તેમણે આ મેચ 7-11, 9-11, 11-8, 4-11, 11-9, 11-7, અને 12-10 થી જીતી હતી.
પુરૂષ સીંગલમાં જોકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર જી.સાથીયાન અને હરમીત દેસાઈ સેમી ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યા હતા. પરંતુ સાનિલ શેટ્ટી ઈંગ્લેન્ડનાં થોમસ જાર્વીસથી 1-4 થી હારીને બહાર થઈ ગયા, હતા. મહિલા યુગલમાં પૂજા સહસ્રબુધ્ધે અને કૃત્વિકા સિંઘા રોય શ્રીજા અકુલા અને મૌસમી પોલ તથા સુત્રિતા મુખર્જી અને આઈકા મુખીર્જીની જોડીઓ અંતિમ ચારમાં પહોંચી ચુકી છે. પરંતુ મધુરીકા પાટકર અને અર્ચના કામથની શિર્ષ સ્થાનની જોડીને સિંગાપોરની ગેઈ સુઈ ઝુઆન અને ઝીન હુએ 2-3 થી હારનો સામનો કરવો પડેલો.


Loading...
Advertisement