હવે હોટેલ, રેસ્ટોરા કે લગ્ન સમારોહમાં ખોરાકના બગાડ પર થશે લાખોનો દંડ

22 July 2019 01:12 PM
India
  • હવે હોટેલ, રેસ્ટોરા કે લગ્ન સમારોહમાં ખોરાકના બગાડ પર થશે લાખોનો દંડ

અન્નનો બગાડ રોકવા એફએસએસએઆઈએ ડ્રાફટ તૈયાર કર્યો વધેલા ખોરાકનું વિતરણ કરતાં એનજીઓ માટે પણ નિયમો

નવી દિલ્હી તા.22
આપણે ત્યાં લગ્નના જમણવારો સહીત સમારોહોમાં હોટેલ, રેસ્ટોરામાં ખોરાકનો બગાડ થવો કે એઠુ મુકવુ સામાન્ય બાબત છે. હવે જમણવારમાં બગાડ થશે તો લાખો રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
જમણવારોમાં ખોરાકનો બગાડ રોકવા એફએફએસએઆઈએ એક ડ્રાફટ તૈયાર કર્યો છે. આ ડ્રાફટ મંજુર કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને મોકલવામાં આવશે.
મોટાભાગનાં લોકોને એ ખબર નથી હોતી કે વધેલો ખોરાક કયાં અને કેવી રીતે વાપરવો જોઈએ. હવે આ વધેલા ખોરાકને રોકવા હવે ફૂડ સેફટી એન્ડ સ્ટાર્ન્ડડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ પહેલ કરી છે અને તે વધેલા ખોરાકના ઉપયોગ વિશેના નિયમો રજુ કરશે.
અનક સરકારી સંગઠનો હોટેલ-રેસ્ટોરન્ટસ અને લગ્ન સમારોહના વધેલા ભોજન ગરીબોને વિતરણ કરવાનું કામ કરે છે. એટલે આ ખોરાકની ગુણવતા વિશે કોઈ પ્રમાણ ભૂતતા નથી, નવા મુદામાં આ બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે.
એ બાબત ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં કેટલાંક ફાઈવ સ્ટાર હોટેલો અને કેટલાક લોકો પણ એઠુ છોડવાને સ્ટેટસ સમજતા હોય છે. ડીસ પુરેપુરી ખાલી કરવી તેને સારી બાબત સમજતા નથી હોતા, આવી કેટલાક લોકોની માન્યતાને કારણે પણ અન્નનો બગાડ થતો હોય છે.
દેશમાં જયારે કરોડો લોકો ભૂખે મરતા હોય ત્યારે હોટેલો, રેસ્ટોરન્ટ કે લગ્ન સમારોહમાં થતા ખોરાકનાં બગાડથી ચોંકી ઉઠેલી સરકારે આવા પગલા ભરવા પડયા છે.
નવી વ્યવસ્થા હેઠળ હોટેલ, રેસ્ટોરા,અને લગ્ન સમારોહનાં આયોજકોની એફએસએસએઆઈની વેબસાઈટ પર નોંધ કરવામાં આવશે. ખોરાક આપવા માટે એનજીઓ અધિકૃત કરવામાં આવશે. આ ડ્રાફટ મુજબ ફૂડ કમિશ્નરની આગેવાની હેઠળ એક સમિતિ બનશે તે સમિતિ દાનમાં આવેલા ભોજનની દેખરેખ રાખશે.આ માટે કેટલીક શરતોનું પાલન પણ કરવાનું રહેશે. જે મુજબ વધેલા ખોરાકમાં સ્વચ્છતામાં વિશેષ ધ્યાન આપવુ પડશે અને તેના પર હકક લેબલ હોવુ જોઈએ આ ઉપરાંત પેકેટ પર ભોજન સમાપ્તીની તારીખ શાકાહારી કે માંસાહારી વિગતો લખવી પડશે. વધેલા ખોરાકને સારી રીતે પેક કરવા અને તેને 7 ડીગ્રી સેલ્સીયસનાં તાપમાનમાં રાખવા જરૂરી રહેશે.


Loading...
Advertisement