આવકાર તો દૂર, ઈમરાનખાન સામે અમેરિકામાં પાકીસ્તાની જૂથોનો વિરોધ-દેખાવોથી ફજેતો

22 July 2019 01:07 PM
India
  • આવકાર તો દૂર, ઈમરાનખાન સામે અમેરિકામાં પાકીસ્તાની જૂથોનો વિરોધ-દેખાવોથી ફજેતો

બલોવા, સિંધ, મુજાફીર જુથો ઉપરાંત અમેરિકી સાંસદોએ પણ મોરચો માંડયો

વોશિંગ્ટન તા.22
પાકીસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનનો અમેરિકામાં ભારે ફજેતો થઈ રહ્યો છે. કરકસરના બહાને વધુ ખર્ચ ટાળવા અને એ રીતે ઉદાહરણ પેશ કરવા ઈમરાનખાને કતાર એરબેઝની કોમર્સીયલ ફલાઈટમાં મુસાફરી કરી હતી. તે ગઈકાલે વોશિંગ્ટન નજીકના ડલેસ આંતરરાષ્ટ્રીય વિમાનઘરે પહોંચ્યા ત્યારે કોઈ ઉચ્ચ અમેરિકન અધિકારી તેમના સ્વાગત માટે હાજર નહોતા, એટલું જ નહીં તેમને પ્રોટોકલ પ્રમાણે કોઈ વાહન સુવિધા અને વીવીઆઈપી ટ્રીટમેન્ટ ન અપાતા તેમને મેટ્રોમાં મુસાફરી કરવી પડી હતી, તેમને સેવા માટે અગાઉથી પહોંચેલા વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી અને પાકીસ્તાની દૂતાવાસના કેટલાક અધિકારીઓ હાજર હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ બિનનિવાસી પાકીસ્તાનીઓને સંબોધી છાકો પાડી દેવાની તેમની મુરાદ બર આવી નથી. આવા સંમેલનમાં માત્ર તેમની પાર્ટી પાકિસ્તાન તેહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકો જ હાજર રહ્યા હતા.
ઈમરાનખાન આજે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ઓવલ ઓફીસ ખાતે મળનાર છે, પણ એ અગાઉ તેમની સામે બ્લોક-સિંધીઓ અને મોજાફીર જેવી પાકીસ્તાની વંશીય અને ધાર્મિક લઘુમતીઓએ દેખાવો કર્યા હતા.
વર્લ્ડ બ્લોચ ઓર્ગેનાઈઝેશન અને બ્લોચ રિપબ્લીકન જેવા સંગઠનોએ મોબાઈલ બિલબોર્ડ કેમ્પઈન શરુ કરી છે.
બ્લોચ સંગઠને જણાવ્યું છે કે આ ઝુંબેશનો હેતુ બ્લોચીસ્તાનમાં માનવાધિકાર ભંગ રોકવા પાકીસ્તાન પર દબાણ લાવવા ટ્રમ્પને અનુરોધ કરવાનો છે. એ ઉપરાંત અમેરિકાના બન્ને મુખ્ય રાજકીય પક્ષોના 10 વગદાર સાંસદોએ ટ્રમ્પને સિંધ પ્રાંતમાં માનવાધિકાર ભંગનો ઈમરાનખાન સાથેની મંત્રણામાં મુદો ઉઠાવવા જણાવ્યું છે.
આટલુ અધુરુ હોય તેમ, વ્હાઈટ હાઉસ બહાર દેખાવોનું પણ જુદા જુદા સંગઠનોએ આયોજન કર્યુ છે.
ઈમરાનખાનની ફજેતીનો વિડીયો ખુદ તેમના પક્ષ પીટીઆઈએ તેના ટિવટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. તેમાં ઈમરાનખાન કોમર્સીયલ ફલાઈટમાંથી ઉતરી મેટ્રોમાં સફર કરતા દર્શાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા ઈમરાનખાનને ઝાઝો ભાવ આપી રહ્યું નથી. પાકિસ્તાનના વડાપ્રધાનના આગમન પહેલાં જ અમેરિકી વહીવટીતંત્રે હાફીઝ સઈદની ધરપકડને નાટક ગણાવી છે.
ઈમરાનખાન આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળના કાર્યકારી પ્રમુખ ડેવીડ લિપ્ટન અને વિશ્ર્વ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાલ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન બન્યા એ પહેલા ઈમરાનખાન નિયમિતપણે અમેરિકાની મુલાકાત લેતા હતા અને અહીં અમેરિકામાં વસતા પાકિસ્તાનીઓમાં મજબૂત સમર્થકપાયો ધરાવે છે.
ઈમરાનખાનના આગમનના કલાકો પહેલા પાકિસ્તાને લોબીઈંગ કંપની હોલામ્ડ અને નાઈટની સેવા લીધી છે. કરાર મુજબ આ કંપનીમાં સામેલ પુર્વ સાંસદો, વહીવટી અધિકારીઓ અને નિષ્ણાંતો પાકીસ્તાન સરકાર વતી અમેરિકામાં લોબીઈંગ કરશે.


Loading...
Advertisement