કૃષિક્ષેત્રે પાણીનો ઉપયોગ ઘટાડવા મોદી સરકારની યોજના

22 July 2019 01:04 PM
India
  • કૃષિક્ષેત્રે પાણીનો ઉપયોગ ઘટાડવા મોદી સરકારની યોજના
  • કૃષિક્ષેત્રે પાણીનો ઉપયોગ ઘટાડવા મોદી સરકારની યોજના

ડાંગર-શેરડી જેવા ખૂબ પાણી પીતા પાકની ખેતીથી ખેડુતોને નિરુત્સાહીત કરવાની રણનીતિ:હરિયાણામાં 10000 ખેડુતોએ ડાંગરને બદલે મકાઈ વાવવા નિર્ણય કર્યો: સરકાર મફત બીયારણ, પ્રોડકશન સબસીડી આપશે

નવી દિલ્હી તા.22
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં કુદતી સંસાધન જળના અસરકારક ઉપયોગ, મહતમ સંચય અને યોગ્ય વિતરણ પર ભાર મુકયો છે. 2024 સુધીમાં દેશના તમામ પરિવારોને નળ વાટે પીવાનું પાણીનું વચન અપાયું છે.
આ દિશામાં એક મહત્વની પહેલ કૃષિ ક્ષેત્રે કરવામાં આવી રહી છે. ખેતીક્ષેત્રે જળનો બગાડ ન થાય અને વાસ્તવમાં ઓછો ઉપયોગ થાય તેવા પગલાં વિચારવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાનના આદેશથી સચિવોની સમીતી બનાવવામાં આવી છે. ખાસ કરીને ડાંગર અને શેરડી જેવા ખૂબ પાણી પીતાં પાક માટે પાણીનો ઉપયોગ ઓછો થાય તે અને અન્ય કૃષિ સંલગ્ન બાબતે આ સમીતી ચર્ચા વિચારણા કરશે.
સતા પર આવ્યા પછી તરત મોદીએ કેબીનેટ કોઈ નિર્ણય લે એ પહેલા મુખ્ય મુદાની વિચારણા કરવા અને યોજનાઓની ચકાસણી-સમીક્ષા કરવા સચિવોની 10 સમીતીની રચના કરી છે.
કૃષિ અને ગ્રામીણ વિકાસના એક અંગ જળ મંત્રાલયે પણ પાક માટે ઓછા પાણીને અગ્રતા આપવા હિમાયત કરી છે.
આ સંદર્ભમાં હરિયાણામાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. 30 વર્ષમાં પહેલીવાર રાજયના 15000 ખેડુતોએ પરંપરાગત રીતે ઉગાવાતી ડાંગરનો પાક નહીં લેવા નિર્ણય કર્યો છે. કમોદના પાકને સિંચાઈનું ખૂબ પાણી જોઈએ છે.
હરિયાણાના ખેત વિભાગના જણાવ્યા પ્રમાણે ડાંગરના પાકના બદલે મકાઈ ઉગાડવામાં આવે તો દરેક હેકટર (2.4 એકર) એ સિંચાઈનું 14000 લીટર પાણી મળી શકે છે.
રાજય કૃષિ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ ઝુંબેશ માટે પસંદ કરાયેલા જીલ્લાઓમાં 50000 હેકટરમાં મકાઈનો પાક લેવાશે. આ કારણે 70 કરોડ લીટર પાણીની બચત થશે.
પંજાબ અને હરિયાણા ભારતનો અનાજ ભંડાર-કોઠાર ગણાય છે. આ બન્ને રાજયોમાં ખરીફ મોસમમાં ડાંગર અને શિયાળામાં ઘઉંનો પાક લેવાય છે. આવી પાક તરાહ (કોપ સાયકલ)ના કારણે ભૂતળના પાણી ઐતિહાસિક નીચા સ્તરે પહોંચી ગયા છે.
સરકારે પાકની તરાહ બદલવા ખેહુતોને અનેક પ્રોત્સાહન આપ્યા છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા ખેડુતોને મકાઈ લઘુતમ ટેકાના ભાવે ખરીદી લેવામાં આવશે.
હરિયાણામાં ભયજનક સ્તરે જળાશયો ખાલી થયા હોય તેવા જિલ્લાઓમાં હરિયાણાના જીલ્લાઓનું પ્રમાણ 1990માં 63% હતું તે 2014માં વધીને 89% થયું છે.
સેન્ટ્રલ વોટર કમીશનના ડેટા મુજબ 1975માં સરેરાશ 9.19 મીટરની ઉંચાઈએ પાણી મળ્યું હતું, એ 2016માં 18.66 મીટરની ઉંડાઈએ મળે છે.
પાણીની ભયજનક કટોકટી છતાં 80% વધુ પાણી જોઈતું હોવા છતાં ખેડુતો ડાંગરને પસંદ કરે છે.
ખેડુતોને ડાંગરના બદલે મકાઈનો પાક લેવા એકરદીઠ સારી કવોલીટીનું રૂા.1200નું બીયારણ મફત આપવામાં આવશે. એ ઉપરાંત 2000ની પ્રોડકશન સબસીડી અપાશે.એકક કૃષિ વિજ્ઞાનીના જણાવ્યા મુજબ મકાઈ ઉગાડવાનો ખર્ચ સરેરાશ રૂા.12000 ઓછો આવે છે.
દરમિયાન, ભારતને 5 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનાવવા અને પીવાના પાણી તથા વીજળી દરેક પરિવારોને આપવા ટાર્ગેટ નકકી કરાયા છે. મોદી સરકારે કાર્યકાળના પ્રથમ 50 દિવસ 19 જુલાઈએ પુરા કર્યા છે. દરેક મંત્રાલયો ચાલુ સપ્તાહમાં 50 દિવસની કામગીરીના રીપોર્ટ આપશે.
સરકારે આવાસ યોજનાનો વ્યાપ વિસ્તારી ત્રણ વર્ષમાં 1.95 કરોડ આવાસ બાંધવા અને 2022 સુધીમાં દરેક ગ્રામીણ પરિવારોને વીજળી અને રાંધણગેસ કનેકશન આપવા માંગે છે.

ટી-20ની જેમ કામ કરતી મોદી સરકાર અનેક મોરચે 50 દિવસમાં ફટાફટ નિર્ણય


જે એન્ડ કે બેંકની સાફસુફીથી માંડી શ્રમ સુધારા સહીતના પગલા

નવી દિલ્હી તા.22
નરેન્દ્ર મોદી સરકાર-2 સતા પર આવતા જ ફટાફટ નિર્ણયો લેવા માંડી છે. જમ્મુ-કાશ્મીર બેંક જેવી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટ્રિએ સાફસુફી નવી કલ્યાણ યોજનાઓમાં લાભ આપવાની શરૂઆત અને વિદેશ નીતિ ક્ષેત્રે મહત્વની પહેલ એમ ત્રણ મોરચે ધ્યાન અપાઈ રહ્યું છે.
જે એન્ડ કે બેંક ટેરર ફન્ડીંગ સાથે સંકળાયેલી હતી અને ખીણના અલગાવવાદીઓ દ્વારા એનો દુરૂપયોગ કરવામાં આવતો હતો. મોદી સરકારે પ્રથમ 50 દિવસમાં જ કેન્દ્રીય સ્ટાફના દળોને નાણાકીય લાભ વિસ્તારવા પ્રથમ નિર્ણય લેવાયો હતો.
સાંડેસરા જુથ અને જવેલર મેહુલ ચોકસી જેવા આર્થિક અપરાધીઓ અને અપરાધો બાબતે પણ કાર્યવાહી તેજ બનાવાઈ છે. ઈન્સોલવન્સી એન્ડ બેંક કાંડમાં સુધાર કરી લોનની પુન:ફાળવણીમાં નિષ્ફળ ગયેલા સંપતીઓ સામે સમયસર અને અસરકારક પગલા ભરવા માર્ગ મોકળો કરાયો છે.સરકારે પ્રથમ 50 દિવસમાં જ શ્રમસુધારા કરી 49 કરોડ શ્રમીકોને લાભ આપવા સામે બિઝનેસ કરવો સરળ બનાવવા તુમારશાહી ઘટાડવા પ્રયાસ કર્યો છે તેમજ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનાવી છે.


Loading...
Advertisement