યુપી: મિની ટ્રક અને પિકઅપ વાન વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત

22 July 2019 12:56 PM
India
  • યુપી: મિની ટ્રક અને પિકઅપ વાન વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત

અકસ્માતનો ભોગ બનેલા લોકો પિકઅપ વાનમાં સવાર થઈને લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહ્યા હતાં. આ સમયે હાફિઝપુર પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક મિની ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સાત લોકોને મેરઠ ખસેડવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશ: હાપુર જિલ્લાના હાફિઝપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . જેમાં 9 લોકોનાં મોત થયા હતાં. રવિવારે મોડી રાત્રે પિકઅપને એક મિની ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે 18 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જોકે આ ઘટનામાં મૃતકોમાં મોટાભાગના બાળકો છે.

અકસ્માત બાદ મિની ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકોમાં મોટાભાગના એક જ પરિવારના લોકો છે. અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે મિની ટ્રકની ટક્કર બાદ પિકઅપ વાનના બે ટુકડા થઈ ગયા હતાં.

અકસ્માતનો ભોગ બનેલા લોકો પિકઅપમાં સવાર થઈને લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહ્યા હતાં. આ સમયે હાફિઝપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે વાહનને મિની ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સાત લોકોને મેરઠ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, અકસ્માત ઓવરટેક કરવાના ચક્કરમાં થયો હોવાનું અનુમાન છે. ભોગ બનેલા લોકો ધૌલાનાના રહેવાશી છે. આ લોકો એક લગ્નમાં હાજરી આપવા માટે હાપુર ગયા હતા. તમામ લોકો લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે સાદિકપુર પાસે મિની ટ્રકે પિકઅપ વાનને ટક્કર મારી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement