ભારતની ગોલ્ડન ગર્લ હિમાદાસ પર હવે ધનવર્ષા પણ થઈ!

22 July 2019 12:44 PM
Sports
  • ભારતની ગોલ્ડન ગર્લ હિમાદાસ પર હવે ધનવર્ષા પણ થઈ!

એક મહિનામાં પાંચ-પાંચ ગોલ્ડ મેડલ જીતનાર ભારતની એથ્લેટની એન્ડોર્સમેન્ટ ફી બે ગણી થઈ

નવી દિલ્હી તા.22
યુરોપમાં એક મહિનામાં સતત પાંચમો ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય એથ્લેટ હિમાદાસ પર હવે ધનવર્ષા થઈ છે. તેની એન્ડોર્સમેન્ટ ફી ત્રણ સપ્તાહમાં બે ગણી થઈ ગઈ છે.હીમાનુ એકસકલૂઝીવ તરીકે પ્રતિનિધિત્વ કરતી સ્પોર્ટસ મેનેજમેન્ટ ફર્મ આઈઓએસનાં મેનેજીંગ ડીરેકટર નીરવ તોમરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ સપ્તાહમાં સતત શાનદાર પ્રદર્શનનાં કારણે હિમાની બ્રાંડ વેલ્યુ બે ગણી થઈ ગઈ છે.
બ્રાંન્ડ એન્ડોર્સમેન્ટનું સીધુ જોડાણ પ્રદર્શન અને સેલીબ્રીટીનાં નજરે આપવાથી જોડાયેલુ હોય છે. તેની દુનિયાભરમાં દરેક પ્લેટફોર્મમાં ચર્ચા થઈ રહી છે.
આસામની આ 19 વર્ષિય ઝડપી એથ્લેટ હીમાદાસની ફી એક બ્રાંડ માટે વર્ષે 30-35 લાખ રૂપિયા હતી જે હવે રૂા.60 લેખે પહોંચી ગઈ છે.
નીરવે જણાવ્યું હતું કે આઈઓએસ હવે હિમા માટે વોચ બ્રેંડ, ટાયર, કુકીંગ ઓઈલ, અને ફૂડ જેવી કેટેગરીની બ્રાંડથી નવી ડીલ માટે વાત કરી રહ્યું છે.
પેપ્સીકોનાં માર્કેટ હેડ રહી ચુકેલા મૈથાયસનું કહેવુ છે કે ગ્લોબલ પ્લેટફોર્મ પર હિમાની હાલની સફળતા અસાધારણ છે અને આ કારણે તેની ફી ડબલ થઈ છે. ક્રિકેટની સાથે સાથે અન્ય ખેલનાં ખેલાડીઓને પણ ક્રિકેટરોની જેમ સન્માન સ્પોન્સરશીપ મળવી જોઈએ તેમ મેથાયએ જણાવ્યુ હતું.


Loading...
Advertisement