હોય નહીં! ઉત્તરકાશીના 133 ગામોમાં 218 બાળકો જન્મ્યા, એક પણ બાળકી નહીં

22 July 2019 12:42 PM
India
  • હોય નહીં! ઉત્તરકાશીના 133 ગામોમાં 218 બાળકો જન્મ્યા, એક પણ બાળકી નહીં

સરકારના બેટી બચાવો, બેટી પઢાઓનો ઝુંબેશની ધજ્જીયા ઉડી : સરકારી તંત્રમાં હડકંપ: સીએમે તપાસના આદેશ આપ્યા

દહેરાદૂન તા.22
એક બાજુ સરકાર બેટી બચાવો, બેટી પઢાઓનું અભિયાન ચલાવે છે ત્યારે બીજી બાજુ આવા અભિયાનની પોલ ખોલતો કિસ્સો બહાર આવ્યો છે. ઉતરાખંડની દેવભૂમિ જેવી ઉતરકાશીમાં છેલ્લા 3 મહિનામાં 133 ગામોમાં માત્ર 218 બાળકોએ જન્મ લેતા અને એક પણ બાળકોનો જન્મ થતા ચોંકી ઉઠેલા મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ ઉતરકાશીમાં છેલ્લા 3 મહિનામાં 133 ગામોમાં લગભગ 218 બાળકોએ જન્મ લીધો છે, જેમાં નવાઈની વાત એ છે કે તેમાં કોઈ બાળકી નથી જેના કારણે ક્ધયા ભ્રુણ હત્યાની શંકા પેદા થઈ છે. મામલાની ગંભીરતાને લઈને સ્વાસ્થ્ય મહેકમે અને ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવને તપાસના આદેશ આપ્યા છે. તપાસ પહેલા મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી રેખા આર્યે જણાવ્યું હતું કે આ પુરી ઘટનામાં કયાંક તો ગરબડ છે, જે તપાસ બાદ બહાર આવી જશે. રેખા આર્યે જણાવ્યુંં હતું કે દરેક આંગણવાડી કેન્દ્રોમાં ગર્ભવતી મહિલાઓનું પરીક્ષણ કરાવવું જરૂરી છે, જો એમાં કોઈ દોષી જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી રાવતે પણ સ્વીકાર્યુ હતું કે આ કિસ્સામાં કોઈની લાપરવાહી બહાર આવી તો સખત કાર્યવાહી થશે.
ઉતરકાશીના ડીએમ આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે આ બધા ગામોને રેડ ઝોનમાં સામેલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલતી જૂન વચ્ચે ઉતરકાશી જીલ્લાના વિભિન્ન ગામોમાં થયેલી પ્રસૂતિની તપાસનો રિપોર્ટ સામે આવ્યો તે જવાબદાર અધિકારીઓ પણ આશ્ર્ચર્યચકીત થઈ ગયા હતા.


Loading...
Advertisement