ધોની માટે હવે દ્વાર બંધ? કેપ્ટનશીપ માટે રોહીતે રાહ જોવી પડશે

22 July 2019 12:39 PM
Sports
  • ધોની માટે હવે દ્વાર બંધ? કેપ્ટનશીપ માટે રોહીતે રાહ જોવી પડશે

ટીમ ઈન્ડીયા માટે ભીડ વધી પણ ટેલન્ટની તલાશ યથાવત : વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ટીમની પસંદગીથી સંકેત: દક્ષિણ આફ્રિકાના ઘરઆંગણાના પ્રવાસ સમયે ધોની પરત આવી શકે પણ પંતના દેખાવ પર આધાર : મીડલ ઓર્ડરની સમસ્યા યથાવત: ફરી એક વખત કે.એલ.રાહુલ 38 વર્ષીય કેદાર જાધવ, ઋષભ પંત, મનીષ પાંડે, શ્રેયસ અય્યર પર આધાર

મુંબઈ: ટીમ ઈન્ડીયાના હવે ભવિષ્યના આયોજનો માટે મહેન્દ્રસિંઘ ધોની ચિત્રમાં નથી. જયારે ઋષભ પંતને અમો નવો મહેન્દ્રસિંઘ ધોની બનાવવા પ્રયત્નશીલ છીએ. ગઈકાલે વેસ્ટઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની પસંદગી જારી કરતા પસંદગી સમીતીના ચેરમેન એમએમકે પ્રસાદે આ જાહેરાત કરી. ધોની માટે હવે ટીમ ઈન્ડીયાના દ્વાર બંધ છે તેવો સંકેત આપી દીધો છે. અગાઉની ધારણા રખાતી હોવાની વિપરીત રીતે વેસ્ટઈન્ડીઝ પ્રવાસમાં ફુલ્લી લોડેડ ટીમ ઈન્ડીયા જશે અને તે સાથે ગેઈમના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનને યથાવત રાખીને રોહીતે હજુ રાહ જોવી પડશે. કમસેકમ ટી20 વર્લ્ડકપ પછી જ તે વિરાટના ‘બૂટ’માં પગ મુકી શકશે તે સંકેત પણ પસંદગી સમીતીએ આપી દીધો છે. વર્લ્ડકપમાં જેની ઈજા ટીમ ઈન્ડીયાને મુશ્કેલી સર્જી ગઈ એ શિખર ધવન હવે ફીટ થઈને પરત આવી ગયો છે તો પીઢ વિકેટકીપર વૃદ્ધમાન સહાને ટેસ્ટ ટીમમાં પસંદ કરીને ઋષભ પંતને લીમીટેડ ઓવરનો વિકેટકીપર કમ બેટસમેન બનાવવાની તૈયારી છે તો ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડયાને આરામ અપાયો છે.
તો વર્લ્ડકપમાં તકનો લાભ ઉઠાવી ન શકનાર દિનેશ કાર્તિકને હવે વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી તો પસંદગી સમીતીએ નવી યુવા બ્રિગેડ ઉભી કરવાની તૈયારી કરી છે. ખાસ કરીને મહેન્દ્રસિંઘ ધોનીએ હવે વિન્ડીઝ ટુર માટે તે ઉપલબ્ધ નથી તેવો સંકેત આપતા હાલ તો પસંદગી સમીતીનું કામ સરળ કરી દીધું છે. બાકીની ચિંતા ઋષભ પંતે કરવાની છે. જેણે હવે પોતાના માટે કાયમી સ્થાન બનાવવાનું છે તો ધોનીને હાલ ‘ડતો મુકાયો’ છે તેવું લેબર લાગવા દીધું નથી.
પ્રમોદે સ્વીકાર્યુ કે ધોનીએ પોતે આ ટુર માટે ઉપલબ્ધ નથી તેવું કહ્યું છે પણ અમારી ચિંતા ભવિષ્યની ટીમ ઈન્ડીયા તૈયાર કરવાની છે. અમો ઋષભ પંતને પણ તેટલી વધુ તક આપવા માંગીએ છીએ જેથી તે તૈયાર થઈ શકે. હવે ઘરઆંગણે સાઉથ આફ્રિકા, શ્રેણી માટે ટીમ પસંદ કરવાની આવશે તે સમયે ધોનીની પસંદગી પર સૌની નજર હશે. જો પંત વિન્ડીઝમાં સારો દેખાવ કરે તો પછી ધોની માટે ફેરવેલ મેચની જ ચિંતા રહેશે.
ટીમમાં યુવા બ્રિગેડને મહત્વ અપાયું છે પણ તેમાં શુભમ ગીલ ટીમ ઈન્ડીયાની બસ ચુકી ગયા છે.
તો શ્રેયસ અય્યર, મનિષ પાંડે, નવદીપ સૈની, બલીવ અહેમદ, રાહલ ચાહર, દીપક ચાહર અને વોશિંગ્ટન સુંદરને તક મળી છે. અગાઉ વર્લ્ડકપમાં ઈજાના રીપ્લેસમેન્ટમાં મયંક અગ્રવાલને પસંદ કરાયો પણ હવે તેને પડતો મુકાયો છે તો શુભમ ગીલની બાદબાકી આશ્ર્ચર્યજનક છે. કેદાર જાધવને વનડે ટીમમાં સ્થાન મળ્યું છે. જેણે વર્લ્ડકપમાં સારો દેખાવ કર્યો નથી. હવે તે પણ ધોનીની ઉંમર 38નો થયો છે. તેણે વર્લ્ડકપની પાંચ ઈનિંગ્સમાં 80 રન કર્યા અને તેણે ખુદે તેના ફોર્મની ચિંતા કરી હતી પણ પ્રસાદે કહ્યું કે તેણે એવું કશું ખોટુ કર્યુ નથી કે તેની પસંદગી કરી ન શકાય. અમો બેકઅપ પણ તૈયાર કરી રહ્યા છીએ પણ મીડલ ઓર્ડર જે ટીમ ઈન્ડીયા માટે ચિંતા છે તેનો શ્રેષ્ઠ વિકલ્પ હજુ મળ્યો જ નથી. પસંદગી સમીતીએ મનીષ પાંડે, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત અને કેદાર જાધવ પર જ ફરી ભરોસો કરવો પડયો છે.
તો ધવન આવતા જ હવે કે.એલ.રાહુલને નંબર 4 પર મોકલી શકશે. આમ ટીમ ઈન્ડીયામાં ખેલાડીઓ વધુ છે પણ હવે ટેલેન્ટ ઘટતી જાય છે તે નિશ્ર્ચિત છે. આગામી વર્ષે ટી20 વર્લ્ડકપ છે તેથી તે માટે ચહર બંધુ રાહુલ અને દીપક એ નવી પંડયા જોડી બની તે જોવાનું છે. વોશિંગ્ટન સુંદર તેની તોફાની બેટીંગ માટે જાણીતો છે.


Loading...
Advertisement