ગોંડલના ગોમટા પાસેથી બે પિસ્તોલ-કાર્ટીસ સહિતના હથિયારો સાથે છ શખ્સોને દબોચી લેતી પોલીસ

22 July 2019 11:51 AM
Gondal Crime Saurashtra
  • ગોંડલના ગોમટા પાસેથી બે પિસ્તોલ-કાર્ટીસ સહિતના હથિયારો સાથે છ શખ્સોને દબોચી લેતી પોલીસ

ધાડ અને મિલકત સંબંધી ગુનો પાર પાડે તે પહેલા જ આર.આર.સેલનું ઓપરેશન : આરોપીઓ જૂનાગઢ જિલ્લાના હત્યાના પ્રયાસના ગુનામાં એક વર્ષથી ફરાર હતા : તપાસનો ધમધમાટ

ગોંડલ તા.22
ગોંડલ તાલુકાના ગોમટા પાસેથી ધાડ પાડવા અને મિલકત સંબંધી ગુનો પાર પાડવાના ઇરાદે કારમાં નીકળેલા છ શખ્સોને દેશી બનાવટની બે પિસ્તોલ અને કટ્ટા સહિતના હથિયારો સાથે છ શખ્સોને રાજકોટ આર.આર.સેલની ટીમે દબોચી લઇ તપાસ શરૂ કરી છે. આ છ શખ્સો જૂનાગઢ જિલ્લાના એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના ખૂનના પ્રયાસના ગુનામાં એક વર્ષથી ફરાર હતા.
આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે આર.આર.સેલના હેઙકોન્સ. સિધ્ધરાજસિહ વાઘેલા, પો.કોન્સ. દિગુભા ઝાલા તથા પો.કોન્સ. રુપકબહાદુર હસ્તબહાદુર નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે રાજકોટ થી જુનાગઢ તરફ જતી એક ઇકો કાર નબર જીજે 11 બીએચ 9560 વાળીમા અમુક ઇસમો ગેરકાયદેસર રીતે હથીયારો સાથે ધાડ કરવાના ઇરાદે કે કોઇ મીલકત સબધી ગુનો પાર પાડવા માટે તૈયારી સાથે નીકળનાર હોવાની ચોકકસ હકકીત મળતા હકીકત વાળી ઇકો કાર મળી આવતા સદર ઇકો કાર રોકી
ચેક કરતા કાર માં શંકાસ્પદ હાલતમાં કુલ 6 ઇસમોને આધાર પુરાવા કે લાયસન્સ વગરની દેશી બનાવટ ની બે પીસ્ટલ તથા એક દેશી બનાવટનો તંમચો તેમજ એક દેશી તમચાનો જીવતો કાર્ટીસ, એક દેશી પીસ્ટલની જીવતો કાર્ટીસ મળી આવતા સદર આરોપીઓની પુછપરછ કરતા આરોપી (1) વસીમ ઉર્ફે જોન્ટી યુનુસખાન બ્લોચ ઉ.વ.32 રહે જુનાગઢ જાલોરાપા નાયકવાડા મસ્જીદ સામે બાદશાહની ડેલીમા (2) સફરાજ વલીમહમદખાન બ્લોચ ઉ.વ.40 રહે જુનાગઢ બ્લોચવાડા જાલોરાપા પોલીસ ચોકી સામે (3) સમુન દીલાવરખાન બ્લોચ ઉ.વ.25 રહે જુનાગઢ બ્લોચવાડા જાલોરાપા પોલીસ ચોકી સામે (4) દીલાવરખાન વલીમહમદખાન બ્લોચ ઉ.વ.51 રહે જુનાગઢ બ્લોચવાડા જાલોરાપા પોલીસ ચોકી સામે (5) આદીલ રુસ્તમભાઇ બ્લોચ ઉ.વ.31 રહે ગોધાવાવની પાટી મસ્જીદવાળી ગલી જુનાગઢ પોતે જુનાગઢ જીલ્લાના એ-ડીવી. પો.સ્ટે. ફ.ગુરનં.131/18 ઇપીકો કલમ-307 વિ. મુજબના ખુનની કોશીષ ના ગુનામાં ગુનો બન્યા બાદથી એટલેકે છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરે છે તેમજ આરોપી (6) ઇકબાલ હાસમ પડાયા જાતે ધાચી ઉ.વ.28 રહે સખાડીયા બજાર નાયકવાડા મસ્જીદ પાછળ જુનાગઢ વાળો જુનાગઢ એ-ડીવી પો.સ્ટે. ફ.ગુરનં. 144/18 ઇપીકો કલમ-323, 325 વિ. તેમજ પ્રોહી. ગુરનં.5339/19 પ્રોહી. કલમ-65ઇ વિ. મુજબના ગુનાના કામે પોતે નાસતો-ફરતો હોવાનુ જણાવતા તમામ આરોપીઓને ગોમટા ચેક પોસ્ટ ખાતેથી ધોરણસર અટક કરી પ્રાણધાતક હથીયારો તથા ઇકો કાર મળી કુલ રૂ.3,10,200/- નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.


Loading...
Advertisement