ધોરાજી-જામકંડોરણા પંથકમાં દોઢ ઈંચ: મુરઝાતી મોલાતને જીવતદાન

22 July 2019 11:49 AM
Dhoraji Saurashtra
  • ધોરાજી-જામકંડોરણા પંથકમાં દોઢ ઈંચ: મુરઝાતી મોલાતને જીવતદાન
  • ધોરાજી-જામકંડોરણા પંથકમાં દોઢ ઈંચ: મુરઝાતી મોલાતને જીવતદાન

અસહ્ય ગરમી અને બફારા બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં હર્ષની લાગણી

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી)
ધોરાજી તા.22
ધોરાજી-જામકંડોરણા વિસ્તારમાં અસહ્ય ગરમી અને બફારા બાદ અંતે મેઘરાજાએ મહેરબાન બની દોઢ ઈંચ જેટલું પાણી વરસાવી દેતા મુરઝાતી મોલાતને જીવતદાન મળેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે ધોરાજી વિસ્તારમાં દોઢ મહિના પૂર્વે વરસાદ થતા ખેડુતોએ વાવણી કરી હતી. જેમાં કપાસ મગફળી અને સોયાબીન જેવી વસ્તુઓનું વાવેતર કરેલ બાદમાં દોઢ માસમાં ઉગ્યા ઉપર વરસાદ ન પડતા મોલાત મુરઝાવા લાગેલ હતી અને ધરતીપૂત્રોમાં ચીંતાની લાગણી કરી વળી હતી.
જેમાં અમુક ખેડુતોને પાક સુકાતા મોલાત ઉખેડી નાખેલ હતી અને ગામે ગામે વરૂણદેવને મનાવવા ધુન ભજન યજ્ઞો થવા લાગ્યા હતા. બાદમાં ગઈકાલે
રવીવારે ભારે બફારા બાદ પવનની સુસવાટા સાથે જ જોરદાર વરસાદ થતા ખેડુતો આનંદમાં આવી ગયેલ. આ વરસાદ ધોરાજી જામકંડોરણા અને પાટણવાવ સહીતના ગામોમાં પડેલ અને વરસાદ દોઢ ઈંચ પડતા મુરઝાતી મોલાતને નવજીવન મળેલ હતું.


Loading...
Advertisement