સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ ઈંચ સુધી મેઘ મહેર; હજુ બે દિવસ સારો વરસાદ પડવાનો સંકેત

22 July 2019 11:47 AM
kutch Gujarat Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ ઈંચ સુધી મેઘ મહેર; હજુ બે દિવસ સારો વરસાદ પડવાનો સંકેત
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ ઈંચ સુધી મેઘ મહેર; હજુ બે દિવસ સારો વરસાદ પડવાનો સંકેત
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ ઈંચ સુધી મેઘ મહેર; હજુ બે દિવસ સારો વરસાદ પડવાનો સંકેત
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ ઈંચ સુધી મેઘ મહેર; હજુ બે દિવસ સારો વરસાદ પડવાનો સંકેત
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ ઈંચ સુધી મેઘ મહેર; હજુ બે દિવસ સારો વરસાદ પડવાનો સંકેત
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ ઈંચ સુધી મેઘ મહેર; હજુ બે દિવસ સારો વરસાદ પડવાનો સંકેત
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ ઈંચ સુધી મેઘ મહેર; હજુ બે દિવસ સારો વરસાદ પડવાનો સંકેત
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ ઈંચ સુધી મેઘ મહેર; હજુ બે દિવસ સારો વરસાદ પડવાનો સંકેત
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ ઈંચ સુધી મેઘ મહેર; હજુ બે દિવસ સારો વરસાદ પડવાનો સંકેત
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ ઈંચ સુધી મેઘ મહેર; હજુ બે દિવસ સારો વરસાદ પડવાનો સંકેત

મધ્ય રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશના ઉતરીય ભાગમાં 1.5 કી.મી.થી 5.8 કી.મી.ના અંતરે સર્જાયું સાયકલોનીક સરકયુલેશન : કોટડાસાંગાણી- વિસાવદર-લિલિયામાં-3, ધ્રાંગધ્રા-રાજકોટ-ટંકારામાં-2॥, અન્યત્ર ઝાપટાથી બે ઈંચ સુધી વરસાદથી ધરતીપુત્રોની આંખોમાં ફરી ચમક આવી : આગામી સપ્તાહ સુધીમાં વધુ એક સારી સીસ્ટમ બનતી હોવાના સંકેત સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં સચરાચર ભારેથી અતિભારે વરસાદ પડવાની વધુ એક આગાહી

રાજકોટ તા.22
સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ હજુ બે દિવસ પડવાની આગાહી વચ્ચે આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન ઝાપટાથી ત્રણ ઈચ સુધી વરસાદ વરસી ગયો છે જે હજુ બે દિવસ આ પ્રમાણે હળવો વરસાદ છુટો છવાયો ચાલુ રહેવાનો સંકેત હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યો છે.

હાલમાં રાજસ્થાનની મધ્ય ભાગમાં 1.5 કીમીના ઉતરીય ભાગમાં તેમજ ઉતર મધ્ય પ્રદેશમાં 5.8 કીમીની સમુદ્રતટથી ઉતરીય ભાગોમાં સાયકલોનીક સરકયુલેશન સર્જાયુ છે. એક સાથે બે સીસ્ટમ બનવાને કારણે ગઈકાલે લાંબા સમય બાદ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે મેઘાવી માહોલ સર્જાયો હતો અને રાત સુધી અનેક સ્થળે મેઘરાજાએ પોતાનો અસલ મીજાજ બતાવી વરસાદ વરસાવ્યો હતો.

ચાલુ વર્ષ ચોમાસુ શરૂ થયાના ત્રણ પખવાડીયા કરતા વધુ સમય બાદ ગઈકાલે પ્રથમવાર સાર્વત્રિક મેઘ હેર થઈ હતી જેમાં આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન મોટાભાગના જીલ્લામાં મઘાએ કયાંક ધીમીધારે હળવા ઝાપટાથી એક ઈજ જયારે અમુક સ્થળે અનરાધાર ત્રણ ઈચ સુધી હેત વરસાવી દીધુ હતું.

ખાસ કરીને રાજકોટ જીલ્લામાં ઝાપટાથી ત્રણ ઈચ, જુનાગઢ જીલ્લામાં ઝાપટાથી ત્રણ ઈંચ અમરેલી જીલ્લામા ઝાપટાથી ત્રણ ઈંચ, ભાવનગર જીલ્લામાં ઝાપટાથી બે ઈંચ બોટાદ જીલ્લામાં ઝાપટાથી સવા ઈંચ, સોમનાથ જીલ્લામાં ઝાપટાથી પોણો ઈંચ, પોરબંદર જીલ્લામાં ઝાપટાથી એક ઈચ, દ્વારકા જીલ્લામાં ઝાપટાથી પોણા બે ઈંચ, જામનગર જીલ્લામાં જાફટાથી પોણા બે ઈચ, મોરબી જીલ્લામાં ઝાપટાથી અઢી ઈંચ, અને સુરેન્દ્રનગર જીલ્લામાં છુટોછવાયો ઝાપટાથી અઢી ઈચ સુધી વરસાદ નોંધાયો હતો.

છેલ્લા ત્રણ પખવાડીયા કરતા વધુ સમયથી મેઘરાજાએ રીતસર રૂસણા લીધા હોય તેમ એકલ દોકલ સ્થળે વરસાદી છુટા છત્તાયા ઝાપટાથી એકાદ ઈચ સુધી ગણ્યા ગાઠયા સ્થળે વરસાદ નોંધાતો હતો પરંતુ ચોમાસુ શરૂ થયા બાદ પણ સાર્વત્રીક મેઘ મહેર નહી થતા લોકોમાં ભારે નિરાશા સાથે ચીંતાના વાદળો ઘેરાઈ ગયા હતા.

વરસાદ નહીં થવાને કારણે વાવણી નીષ્ફળ જવાની દહેશતથી ખેડુતો ચીંતામાં હતા તો પશુપાલકો માટે પણ પોતાના માલઢોરને સાચવવા ઘાસચારા પાણીની વ્યવસ્થાની ચિંતા હતા વળી પાણીની સ્થિતિ પણ સૌરાષ્ટ્ર કચ્છમાં વિકટ બની હતી જેથી કિશાન સહિત સામાન્ય જત ચિંતાની લાગણીમાં જોવા મળતો હતો.

જેથી છેલ્લા એક અઠવાડીયા કરતા વધુ સમયથી અષાઢી બીજ પણ કોરી જતા ચિંતીત લોકો દ્વારા વરૂણદેવની કૃપા વરસાવવા માટે પુજા પાઠ, દાન ધર્મ હોમ હવન ધુન ભજન સહિતના અનેકવિધ ધાર્મીક કાર્યક્રમો શરૂ કરી દેવાયા હતા.

આવા સમયે અંતે ગઈકાલે મેઘાએ પ્રાર્થના સાંભળી હોય તેમ આજે સવાર સુધીમાં સાર્વત્રિક ત્રણ ઈચ સુધી મેઘમહેર વરસાવી દીધી હતી. તો હાલમાં ચાલતી સીસ્ટમ અંતર્ગત હજુ બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના સ્થળોએ હળવો મધ્યમ તો કોઈક સ્થળે ભારેથી અતિભારે વરસાદ વરસરી જવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. સાથે જ ચાલુ સપ્તાહના અંત સુધીમાં વધુ નવી સીસ્ટમ બનવાની હોવાથી આગામી સપ્તાહથી સચરાચર મેઘ મહેર થવાનો સંકેત પણ વૈધશાળાએ આપ્યો છે.

ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છના 75થી વધુ તાલુકાઓમાં હળવા ભારે ઝાપટાથી ત્રણ ઈચ સુધી મેઘ મહેર થતા ધરતીપુત્રો અને માલધારીઓ અને સામાન્ય જનતાને હવે નવી આશા બંધાણી છે તેવામાં આજે સવારથી જ હવામાન ખુલ્લુ થઈ ગયું છે પરંતુ બપોર બાદ રાત સુધીમાં વધુ વરસાદ પડી જવાની સંભાવના જોવા મળે છે.

રાજકોટમાં ધમાકેદાર 2॥ ઈંચ; ગ્રામ્ય પંથકમાં ચાર ઈંચ સુધી
રાજકોટ શહેર જીલ્લામાં સવારથી ઉઘાડ અને ઉકળાટ બની રહ્યા બાદ બપોર પછી વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો હતો. અને શહેર સહિત જીલ્લાભરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તેમાં પણ ખાસ કરીને રાજકોટમાં રીતસર મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા એક કલાકમાં બે ઈચ બાદ ધીમીધારે ચાલુ રહેતા વરસાદમાં અઢી ઈંચ, વરસાદ થયો હતો તો જીલ્લામાં કોટડાસાંગાણીમાં ત્રણ ઈચ, ગોંડલ જેતપુરમાં દોઢ ઈંચ, સહિત અન્યત્ર ગાજવીજ સાથે તુટી પડેલ વરસાદમાં એક ઈચ સુધી મેઘ મહેર નોંધાઈ હતી જો કે આજે સવારથી જ હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ જોવા મળતુ હતું.

વિજળીએ બે યુવક, એક યુવતિ, 2 પશુના ભોગ લીધા
રાજકોટ શહેર જીલ્લામાં ગઈકાલે મેઘ મહેર વચ્ચે આકાશી વિજળીનો કહેર વરસતા પડધરી પંથકની યુવતી, રાજકોટમાં બે યુવકનો ભોગ લેવાયો હતો. તો એક બાળકને ગંભીર ઈજા સાથે સારવારમાં ખસેડાયેલ હતો તો ગ્રામ્ય પંથકમાં બે પશુના પણ ભોગ લેવાયા હતા.

ગોંડલ
ગોંડલ ખાતે સવારે ધનાધન અડધા ઈંચ વરસાદ બાદ સાંજે સાડા છના સુમારે વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ફરીવાર ધમાકેદાર એન્ટ્રી કરી પોણો ઈચ વરસતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા આમ દિવસ દરમ્યાન ગોંડલમાં સવા ઈચ ધોધમાર વરસાદ પડયો હતો.


Loading...
Advertisement