અમિત શાહ સૌજન્ય ચૂકયા? રાજયપાલ સામે પગ પર પગ ચડાવીને બેઠા રહ્યા

22 July 2019 11:41 AM
India
  • અમિત શાહ સૌજન્ય ચૂકયા? રાજયપાલ સામે પગ પર પગ ચડાવીને બેઠા રહ્યા

સોશ્યલ મીડીયામાં ગૃહમંત્રીના વર્તનની ટીકા

નવી દિલ્હી: ગુજરાતના નવા રાજયપાલ તરીકે નિયુક્ત થયેલા અચાર્ય દેવવ્રત દિલ્હીમાં ગુજરાત મુલાકાત સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે તેમની સામે પગ પર પગ ચડાવીને બેસતા તેનો વિવાદ સર્જાયો છે અને બંધારણીય હોદો ધરાવતા વ્યક્તિ સામે પોતાની સતાનો અહંમ દર્શાવ્યો તેવી ટીકા સોશ્યલ મીડીયામાં થઈ રહી છે.
શ્રી આચાર્ય દેવવ્રત ગઈકાલે દિલ્હીમાં પહેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને મળ્યા હતા અને કોવિંદે તેમનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરીને તેઓની તમામ આમાન્ય જાળવી હતી. શ્રી દેવવ્રત હિમાચલના રાજયપાલ હતા જયાંથી તેઓની ગુજરાતમાં બદલી થઈ છે અને અને આજે તેઓ હોદો સંભાળનાર છે. ગૃહમંત્રી અમીત શાહ તેમને મળવા ગુજરાત ભવન ગયા તે સમયે રાજયપાલ દેવવ્રત અદબથી બેઠા હતા પણ અમીત શાહે પગ પર પગ ચડાવીને તેમની સામે બેઠા જે એક ખુચે તેવી હરકત રહી
હતી.


Loading...
Advertisement