શેરબજારમાં સટ્ટો રમતા પતિ પર દેવું વધી ગયું, દેવાદાર પતિથી કંટાળીને પત્નીએ કરી આત્મહત્યા

22 July 2019 10:11 AM
Ahmedabad Crime Gujarat Saurashtra
  • શેરબજારમાં સટ્ટો રમતા પતિ પર દેવું વધી ગયું, દેવાદાર પતિથી કંટાળીને પત્નીએ કરી આત્મહત્યા

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક પરણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આખરે મોતને વ્હાલું કર્યું

અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક પરણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આખરે મોતને વ્હાલું કરી લીધું છે. જો કે, મૃતક મહિલાના પરિવારજનોએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ઘટના સ્થળે પહોચીને સમગ્ર મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સાસુ, સસરા અને પતિ સામે આત્મહત્યાના દુષ્પ્રેરણા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મહિલાના પિતા રમેશચંદ્ર શાહે જણાવ્યું કે, શેરબજારમાં સટ્ટો રમતા દેવાદાર બનેલા મારા જમાઈએ દેવું ભારપાઈ કરવા માટે રોજ મારી દીકરીને હેરાન કરતો હતો. એટલુ જ નહિ, તેના સાસુ સસરા પણ તેને બહુ જ ટોર્ચર કરતા હતા. મહત્વની વાત એ છે કે, સસરા દ્વારા પોતાના જ ઘરની વહુ સાથે શારીરિક અડપલા પણ કર્યા હોવાનુ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સાસુ દ્વારા પણ સતત વહુને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મહિલાના સાસરીવાળા સતત મહિલાને તેના પિયરમાંથી રૂપિયા લાવવા માટે દબાણ કરતા હતા.

હાલ પોલીસે સાસરીયા વાળાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પતિ તથા સસરાની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આવા બનાવ સમાજ માટે લાલબતી સમાન છે.
Loading...
Advertisement