શીલા દિક્ષિતના અંતિમ સંસ્કારમાં ક્યાં ક્યાં દિગ્ગજો સામેલ થયા હતા; વિગતો જાણવા માટે કરો અહીં એક ક્લિક....

22 July 2019 09:55 AM
India Politics
  • શીલા દિક્ષિતના અંતિમ સંસ્કારમાં ક્યાં ક્યાં દિગ્ગજો સામેલ થયા હતા; વિગતો જાણવા માટે કરો અહીં એક ક્લિક....

દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન પર બે દિવસનો રાજકીય શોક જાહેર કરાયો હતો

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા શીલા દીક્ષિતનું શનિવારે નિધન થયુ હતું. કાલે બપોરે અઢી વાગ્યે રાજધાનીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અગાઉ સવારે સાડા અગિયાર વાગ્યે તેમના પાર્થિવ દેહને તેમની બહેનના ઘરથી કોગ્રેસની ઓફિસ સુધી લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન અહીં કોગ્રેસ નેતા અને અન્ય લોકો શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપી હતી. 
પાર્થિવ શરીરને બપોરે દોઢ વાગ્યા સુધી કોગ્રેસની ઓફિસમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ અહીથી પાર્થિવ શરીરને નિગમબોધ ઘાટ લઇ જવામાં આવ્યા હતા.જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપી હતી.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિહ, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપી હતી. સોનિયા ગાંધીએ કહ્યું કે, શીલા દીક્ષિતની ખોટ સાલશે. તે એક નેતાથી વધુ એક સારા મિત્ર હતા.
View image on Twitter
ગૃહ મંત્રી અમિત શાહ શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર માટે નિગમ બોધ ઘાટ પહોચ્યા હતા.


Loading...
Advertisement