ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘરાજાએ કર્યા મંડાણ,આ ત્રણ તાલુકામાં 2 કલાકમાં 2.5 ઇંચ ખાબક્યો:જાણો વિગતો....

22 July 2019 09:05 AM
Ahmedabad Gujarat Saurashtra
  • ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘરાજાએ કર્યા મંડાણ,આ ત્રણ તાલુકામાં 2 કલાકમાં 2.5 ઇંચ ખાબક્યો:જાણો વિગતો....

સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં ચોમાસાની રિ-એન્ટ્રી, અરવલ્લી, સાબરકાંઠાના અનેક તાલુકામાં શ્રીકાર વર્ષા (અહેવાલ ઇશાન પરમાર, સાંબરકાઠા, હાર્દિક પટેલ, અરવલ્લી)

અમદાવાદ તા.22
પખવાડીયા કરતા વધુ સમયથી અદ્રશ્ય બનેલા મેઘરાજાએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહેર વરસાવી છે. સાર્વત્રિક એકથી સાડા ત્રણ ઈંચ વરસાદથી નિષ્ફળતાના આરે પહોંચેલા ખરીફ વાવેતરને જીવતદાન મળ્યુ છે.
રાજય હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે મધ્ય ગુજરાતના ભાગોને બાદ કરતા સમગ્ર રાજયમાં હળવી-ભારે મેઘમહેર થઈ છે. ગુજરાતના 32 જીલ્લાના 179 તાલુકાઓમાં હળવો-મધ્યમ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ વલસાડ જીલ્લાના ધરમપુરમાં નોંધાયો હતો. જીલ્લામાં અન્યત્ર એક ઈંચ સુધીનો વરસાદ હતો.


દક્ષિણ ગુજરાતમાં અન્યત્ર નવસારી જીલ્લાના ચીખલીમાં ત્રણ ઈંચ પાણી વરસ્યુ હતું. જીલ્લાના અન્ય ભાગોમાં દોઢ ઈંચ સુધીનો વરસાદ હતો. ડાંગ જીલ્લામાં બે ઈંચ સુધી વરસાદ હતો. સુરત, ભરૂચ, અંકલેશ્ર્વર, તાપી, જીલ્લાઓમાં હળવા-ભારે ઝાપટા પડયા હતા.


ઉતર ગુજરાતમાં પણ હળવો-ભારે વરસાદ પડયો હતો. બનાસકાંઠાના ધાનેરામાં બે ઈંચ, વડગામ-અમીરગઢ-લખનીમાં દોઢ-દોઢ ઈંચ તથા અન્યત્ર એક ઈંચ પાણી પડયું હતું. સાબરકાંઠાના હિમતનગરમાં બે ઈંચ પાણી પડયું હતું. અરવલ્લી જીલ્લાના માલપુર-બાયડ તથા ધનસુરામાં અઢી-અઢી ઈંચ વરસાદ થયો હતો. ગાંધીનગર, મહેસાણા, પાટણ જીલ્લાઓમાં હળવા-ભારે ઝાપટા વચ્ચે સામાન્ય વરસાદ હતો.


મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર સહીતના જીલ્લાઓમાં પણ હળવા ઝાપટા વરસ્યા હતા. હવામાનખાતાના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીનો લ સરેરાશ વરસાદ 220.24 મીમી થયો છે અને ટકાવારી 26.99 ટકાએ પહોંચી છે. એકપણ તાલુકા વરસાદ વિહોણા નથી. પરંતુ પાંચ ઈંચથી વધુ ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓનો આંકડો 76નો છે.


ગુજરાતમાં જુન મહિનાનો સરેરાશ વરસાદ 108.59 મીમી વરસ્યો હતો તે આંકડો જુલાઈ મહિનાના 21 દિવસોમાં પાર થઈ ગયો છે. ચાલુ મહિનાનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 111.65 મીમી નોંધાયો છે.

Related image

ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકમાં સર્વત્ર સારો વરસાદ થયો હતો. અરવલ્લીમાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના પગલે 3 તાલુકામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો.
Image result for rain-pours-in-north-gujarat-monsoon-is-back-in-gujarat
અરવલ્લીના બાયડ, માલપુર, મોડાસામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધનસુરામાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે અન્ય જિલ્લાના ભિલોડા, મેઘરજમાં પણ સામાન્ય ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
Related image
સાબરકાંઠા જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના અનેક તાલુકમાં સારો વરસાદ પડતા ખેડૂતો અને તેમના ઉગાડેલા પાકમા જીવનમાં જીવ મળીગયો હતો. હિંમતનગરમાં વહેલી સવારે 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જયારે ખેડબ્રહ્મા, પોશીનામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો.
Related image
સૌરાષ્ટ્ર સહીત ઉતર અને દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદના કારણે કપાસ, મગફળી, સહીતના પાકોને નવજીવન મળ્યું છે.


Loading...
Advertisement