ચંદ્રયાન-2નું લોન્ચિંગ: કાઉન્ટડાઉન શરૂ, આજે બપોરે 2:43 વાગ્યે ચંદ્રયાન-2નું કરશે લોન્ચિંગ

22 July 2019 08:20 AM
India Technology
  • ચંદ્રયાન-2નું લોન્ચિંગ: કાઉન્ટડાઉન શરૂ, આજે બપોરે 2:43 વાગ્યે ચંદ્રયાન-2નું કરશે લોન્ચિંગ

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-2નું લોન્ચિંગ થશે

ચેન્નઈ: ચંદ્રયાન-2ની લૉન્ચિંગ ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે બપોરે 2: 43 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ દરમિયાન રોકેટ અને અંથરિક્ષ યાન પ્રણાલીની તપાસ કરવામાં આવશે અને રોકેટ એન્જીનને શક્તિ પ્રદાન કરવા માટે ઈંધણ ભરવામાં આવશે.

આ પહેલા ચંદ્રયાન-2 જીએસએલવી-એમકે-3 રોકેટ 15 જૂલાઈના બે વાગ્યે 5 મિનીટ પર ઉડાન ભરવાનું હતું, પરંતુ ટેકનિકલ ગડબડના કારણે રોકેટ પ્રસ્થાન કરવાના એક કલાક પહેલા ઉડાન સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં ISROએ પોતાના 44 મીટર લાંબા જિયોસિનક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ માર્ક-3ની ગરબડ દૂર કરી હતી.

મળતી માહિતી મુજબ આ યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારાશે, જે એક રોવર ટેકનીકલ કારણોને લીધે 15 જુલાઈએ અટકાવાયું હતું. ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે શ્રીહરિકોટાથી જ લોન્ચિંગ થશે

રોકેટની લંબાઈ 44 મીટર, વજન 640 ટન
રવિવાર સાંજે 6:43 વાગ્યાથી કાઉન્ટ ડાઉન શરૂ કરાયું છે.
સોમવાર બપોરે 2:43 વાગ્યે થશે લોન્ચિંગ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાને (ISRO) GSLV માર્ક III-M1 ચંદ્રયાન-2ના લોન્ચ વ્હીકલની રિહર્સલ પુરી કરી લીધી છે. ઇસરોએ જણાવ્યું છે કે ચંદ્રયાન-2ની બધા પ્રકારની ટેકનિકલી પરેશાનીને દુર કરી દીધી છે. રવિવારે સાંજથી ચંદ્રયાન-2ના લોન્ચનું કાઉનડાઉન શરુ થઈ ગયું છે. ભારતનું બીજુ મૂન મિશન સોમવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે. 20 કલાક ચાલનાર કાઉનડાઉન પછી સોમવારે બપોરે 2.43 કલાકે આ મિશન લોન્ચ કરવામાં આવશે.

15 જુલાઈએ લોન્ચિંગના લગભગ 56.24 મિનિટ પહેલા ઇસરોએ મીડિયા સેન્ટર અને વિઝિટર ગેલેરીમાં લાઇવ સ્ક્રીનિંગ રોકી દીધું હતું. જે સમયે લોન્ચિંગ રોકવામાં આવ્યું હતું ત્યારે કાઉનડાઉન અંતિમ ચરણમાં હતું. આ પછી ચંદ્રયાન-2ના લોન્ચિંગ માટે 22 જુલાઈનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.


Loading...
Advertisement