વેસ્ટ ઈન્ડિઝ ટુરમાં ૩ T૨૦, ૩ વન-ડે અને ૨ ટેસ્ટ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત : ધવનની ઇંજરી બાદ વાપસી, ધોની બદલે કીપર પંત

21 July 2019 03:09 PM
Sports
  • વેસ્ટ ઈન્ડિઝ ટુરમાં ૩ T૨૦, ૩ વન-ડે અને ૨ ટેસ્ટ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત : ધવનની ઇંજરી બાદ વાપસી, ધોની બદલે કીપર પંત
  • વેસ્ટ ઈન્ડિઝ ટુરમાં ૩ T૨૦, ૩ વન-ડે અને ૨ ટેસ્ટ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત : ધવનની ઇંજરી બાદ વાપસી, ધોની બદલે કીપર પંત
  • વેસ્ટ ઈન્ડિઝ ટુરમાં ૩ T૨૦, ૩ વન-ડે અને ૨ ટેસ્ટ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત : ધવનની ઇંજરી બાદ વાપસી, ધોની બદલે કીપર પંત

ધોની બે મહિના આર્મી રેજીમેન્ટ માં રહેવાથી ટીમ માં સ્થાન નહિ, બુમરાહ - હાર્દિક પંડ્યાએ T૨૦ અને વનડે માટે આરામ : શંકર ઇજાગ્રસ્ત હોવાથી બહાર : IPL યુવા સ્ટાર્સ નવદીપ સૈની, ખલીલ અહમદ, રાહુલ ચહર, દીપક ચહરને સ્થાન : ધોનીના સ્થાને ટેસ્ટ માટે સાહા અને T ૨૦ અને વનડે માટે પંત : રોહિતની ટેસ્ટ ટીમમાં પણ સમાવેશ

મુંબઈ તા. ૨૧ |
ત્રણ ઓગસ્ટ થી શરુ થનાર વેસ્ટ ઇન્ડીઝ ટુર માટે ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી છે. ભારત વેસ્ટ ઈન્ડિઝ માં ત્રણ વનડે, બે ટેસ્ટ અને ત્રણ T ૨૦ રમશે. આ અગાઉ ધોની બે મહિના માટે પોતાના આર્મી રેજીમેંટ સાથે રહેશે તેથી વેસ્ટ ઇન્ડીઝ નહિ જઈ શકે રમવા તેવી જાહેરાત કરી હતી. તેથી ધોની ના સ્થાને વિકેટ કિપર તરીકે ટેસ્ટ માટે સાહા અને વનડે અને T ૨૦ માટે પંત નો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપમાં ઇન્જરી બાદ ધવનની આ ટુર માટે વાપસી થઈ છે. જ્યારે વિજય શંકર ની ટો (પગ નો અંગૂઠો) ઈંજરી ના કારણે સ્થાન નહિ.
આ ટુર માટે હાર્દિક પંડ્યા ને આરામ અપાયો છે જ્યારે જસ્પ્રીત બુમરાહ ફકત ટેસ્ટ જ રમશે.
શ્રેયસ ઐયર, નવદીપ સૈની, દીપક ચહર જેવા યુવા ખેલાડીઓ જેને IPL માં જબરદસ્ત પ્રદર્શન કર્યું તેમને ટક મળી. શ્રેયસ ઐયર એ આ વખતના IPL માં હેટટ્રિક લીધી હતી જેમાં કોહલી અને ડિવિલિયર્સ ની વિકેટ શામેલ હતી.

ટીમ ઇન્ડિયા : ત્રણ T૨૦ માટે
કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), ધવન, રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત, કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચહર, નવદીપ સૈની

બે ટેસ્ટ મેચ માટે :
કોહલી (કેપ્ટન), રહાણે (વાઇસ કેપ્ટન), મયંક અગ્રવાલ, રાહુલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત, સાહા, અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, શમી, બુમરાહ, ઉમેશ યાદવ

ત્રણ વનડે માટે :
કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ચહલ, કેદાર જાદવ, શમી, ભુવનેશ્વર, ખલીલ અહમદ, નવદીપ સૈની

શેડયુલ :
T ૨૦ : ૩,૪ અને ૬ ઓગસ્ટ
વન ડે : ૮, ૧૧ અને ૧૪ ઓગસ્ટ
ટેસ્ટ : ૨૨ અને ૩૦ ઓગસ્ટ


Loading...
Advertisement