જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી (બપોરે ૧૨ વાગ્યા સુધી) : ઝરમર વરસાદ વચ્ચે ૨૨.૩૩% મતદાન

21 July 2019 02:24 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી (બપોરે ૧૨ વાગ્યા સુધી) : ઝરમર વરસાદ વચ્ચે ૨૨.૩૩% મતદાન

મેઘરાજાની સાથે જૂનાગઢમાં લોકશાહીને વધાવવા ઝરમર વરસાદ વચ્ચે મતદાન કરી રહેલાં નગરજનો

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં થઇ રહેલું શાંતિપૂર્વક મતદાન

જૂનાગઢ કલેક્ટર ડો. સૌરભ પારધીએ મતદાન કરીને મતદારોને કરી મતદાન કરવાની અપીલ

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે તા.૨૧ જુલાઈ રવિવારના રોજ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે. આનંદની વાત એ છે કે ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે મેઘરાજાનું પણ આજે આગમન થતાં ઝરમર વરસાદ વચ્ચે મેઘરાજાની સાથે-સાથે લોકશાહીના જૂનાગઢના આ પર્વને નગરજનો વધાવી રહ્યા છે.
લોકશાહીમાં મતદાન મહત્ત્વનો આધાર છે અને લોકો ઝરમર વરસાદ વચ્ચે પણ સમય કાઢીને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
જૂનાગઢમાં સવારે ૮ થી ૧૦ દરમિયાન ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદ વચ્ચે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં સરેરાશ અંદાજે ૨૨ ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન વોર્ડ નંબર ૧માં ૧૧.૪ અને વોર્ડ નંબર ૧૫ માં ૧૦.૯૩ ટકા થયું હતું.
જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે જિલ્લા પંચાયતની વડાલ અને તાલુકા પંચાયતની મોણિયા તેમજ સુખપુરની બેઠકની પેટાચૂંટણી છે. આ ત્રણ બેઠક પર સવારે ૮ થી ૧૦ દરમિયાન અંદાજે ૯ ટકા મતદાન થયું હતું.જોકે આ બેઠક પર સવારે ૧૨ વાગ્યા સુધીમાં ૨૭ ટકા મતદાન થયું છે.
જૂનાગઢના કલેકટર અને શહેર ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધીએ આજે સવારે ગાંધીગ્રામમાં શિશુમંગલ નજીકના મતદાન મથકમાં મતદારોની હરોળમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેઓએ પણ જૂનાગઢના શહેરીજનોને વરસાદની સાથે આ પર્વને વધાવી અચૂક મતદાન કરવા જૂનાગઢના મતદારોને અપીલ કરી હતી.

15 વોર્ડમાંથી વોર્ડ નં.3 બીનહરીફ થતા હવે કુલ 14 વોર્ડમાં 57 બેઠકો પર ચૂંટણીમાં મતદાન

મતદાન બુથો પર એસઆરપી અને પોલીસનો બંદોબસ્ત: 1400 કર્મીઓને ફરજ પર મુકાયા

ભાજપના 59, કોંગ્રેસના 49 અને એનસીપીનાં 25 અને અન્ય 26 ઉમેદવારો મળી કુલ 159 ઉમેદવારો મેદાનમાં: 296 મતદાન મથકો પર 238116 મતદારોનું મતદાન

વોર્ડ નં.5 બબ્બે ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે. કારણ કે અહીં 18 ઉમેદવારો છે. કુલ વોર્ડ 15માંથી 14માં ચૂંટણી યોજાઈ રહી છે જેમાં પાંચ વોર્ડ એવા છે જયાં 14 કરતા વધુ ઉમેદવારો છે.
વોર્ડ નં.1થી 4માં 56 રેગ્યુલર મશીનો સામે 4 રીઝવ; મશીન વોર્ડ નં.5થી 8મરાં 100 રેગ્યુલર, 16 રીઝર્વ રખાયા છે. વોર્ડ નં.9થી12માં 83 રેગ્યુલર સામે 12 રીઝર્વ રખાયા છે. વોર્ડ નં.13થી 15માં 57 રેગ્યુલર અને 10 રીઝર્વ મશીનો રખાયા છે. કુલ 296 રેગ્યુલર અને 42 રીઝર્વ મળી કુલ 338 મશીન રખાયા છે.
(તસવીર - અહેવાલ : હિતેશ જોશી, જૂનાગઢ)

Loading...
Advertisement