કેન્દ્ર સરકારના પેન્શનરો માટે સારા સમાચાર

20 July 2019 07:04 PM
India
  • કેન્દ્ર સરકારના પેન્શનરો માટે સારા સમાચાર

નવી દિલ્હી તા.20
કેન્દ્રની મોદી સરકાર તરફથી બહુ જલ્દી કેન્દ્ર સરકારના કર્મચારીઓ તથા પેન્શનરો માટે 7માં પગારપંચની ભલામણો પેન્શન સ્કીમમાં પણ લાગુ કરવા નિર્ણય લેવાયો છે. જેના કારણે ફકત સરકારી કર્મચારીઓ જ નહી પરંતુ કેન્દ્રીય પોલીસ ફોર્સને પણ આ લાભ મળશે. જેઓ તા.1 જાન્યુ. 2016 પુર્વે રીટાયર્ડ થયા છે તેઓને 7મા પગારપંચની ભલામણ મુજબ કે મેટ્રીકસ લાગુ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનો બેઝીક પગાર રૂા.7 હજારથી વધારીને રૂા.18 હજાર કરાયો હતો. જયારે તેને પેન્શનમાં 2.57 ગણો વધારો થયો હતો. પરંતુ કર્મચારીઓની લાંબા સમયની માંગણી હતી કે આ વધારો 3.68 ગણો થવો જોઈએ. કેન્દ્રીય કર્મચારીઓ મીનીમમ પગારધોરણ પણ વધુ રૂા.8 હજાર વધારી રૂા.26 હજાર કરવાની માંગણી કરી રહ્યા છે. તે વચ્ચે પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગે જાહેર કર્યુ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મીનીમમ પેન્શન રૂા.1275 હતું તે વધારીને રૂા.3500 કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટના કર્મચારીઓને તથા પેન્શનરોને આ લાભ મળશે.


Loading...
Advertisement