મુકેશ અંબાણીએ રૂા.15 કરોડની પગાર મર્યાદા સતત 11 માં વર્ષે જાળવી

20 July 2019 07:00 PM
India
  • મુકેશ અંબાણીએ રૂા.15 કરોડની પગાર મર્યાદા સતત 11 માં વર્ષે જાળવી

નીતા અંબાણીને બોર્ડ મેમ્બર તરીકે પ્રતિ બેઠક રૂા.7 લાખ મળે છે

મુંબઈ તા.20
ભારતના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે સ્થાન મેળવનાર મુકેશ અંબાણીએ તેમની ફલેગશીપ કંપની રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી સતત 11માં વર્ષે રૂા.15 કરોડ નો પગાર મેળવવાની મર્યાદા જાળવી રાખી છે. અંબાણી છેક 2008-09થી રૂા.15 કરોડનો પગાર-ભથ્થા વગેરે મેળવે છે. અગાઉ મુકેશ અંબાણી કંપનીમાંતી રૂા.24 ક્રોડ મેળવતા હતા પણ બાદમાં તેઓએ પોતાના પગાર-ભથ્થાબંને પર નિયંત્રણ મુકી દીધા છે. મુકેશ અંબાણીના પગારમાં રૂા.4.45 કરોડ સેલેરી તથા એલાઉન્સીઝ છે જયારે તેમનું બીઝનેસ કમીશન રૂા.9.53 કરોડ છે અને રીટાયરમેન્ટ બેનીફીટ રૂા.71 લાખ અને અન્ય રકમમાં રૂા.31 લાખ મળે છે.
અંબાણીના પિતરાઈ નિખીલ મેસવાણી અને હિતલ મેસવાણી નો પગાર રૂા.20.57 કરોડ અલગ-અલગ મળે છે. આ ઉપરાંત રીલાયન્સ એક મહત્વના એકઝીકયુટીવ ને 10.1 કરોડનો પગાર મળે છે. રીલાયન્સમાં પરફોન્સ આધારીત રકમ પણ આપવામાં આવે છે જયારે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી કે જે નોન એકઝીકયુટીવ ડીરેકટર તરીકે કંપનીના બોર્ડમાં બેસે છે તેને પ્રતિ મીટીંગ દીઠ રૂા.7 લાખ મળે છે.


Loading...
Advertisement