હત્યાકાંડમાં ભોગ બનેલા પરિવારોને મળ્યા વિના નહી જાઉં: પ્રિયંકા ગાંધીના ધરણા ચાલુ

20 July 2019 06:59 PM
India
  • હત્યાકાંડમાં ભોગ બનેલા પરિવારોને મળ્યા વિના નહી જાઉં: પ્રિયંકા ગાંધીના ધરણા ચાલુ

પ્રિયંકાની અટકાયતનાં વિરોધમાં કોંગ્રેસના દેશભરમાં ધરણા

સોનભદ્ર તા.20
ઉતર પ્રદેશનાં સોનભદ્રમાં હત્યાકાંડનો ભોગ બનેલા 10 પરિવારોને મળવા જઈ રહેલા કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધીની યુપી સરકારે ધરપકડ કરતા પ્રિયંકા ગાંધી સ્થાનિક નેતાઓ સાથે ધરણા પર બેસી ગયા હતા. તે ધરણા હજુ પણ ચાલુ છે. તો પ્રિયંકાના ધરણાનાં સમર્થનમાં દેશભરનાં કોંગ્રેસી કાર્યકરો પણ ધરણા કરશે. બીજી બાજુ પ્રિયંકા ગાંધીની ધરપકડ મામલે કોંગ્રેસ નેતા અને પ્રિયંકાના ભાઈ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું સતાનો મન માન્યો ઉપયોગ તેની વધતી અસુરક્ષાને ઉજાગર કરે છે.
કોંગ્રેસનાં અન્ય નેતા જયોતિરાદિત્ય સિંધીયાએ પ્રિયંકાની ધરપકડ મામલે જણાવ્યું હતું કે આ કાર્યવાહી લોકતંત્રનું ખુલ્લેઆમ અપમાન છે. હાલ પ્રિયંકાનાં ધરણા ચાલુ છે અને દેશભરનાં કોંગ્રેસનાં કાર્યકરો પણ પ્રિયંકાનાં સમર્થનમાં ધરણા કરશે.


Loading...
Advertisement