વોર્ડ નં.13 ની લાયબ્રેરીનું કોંગ્રેસે જનતા લોકાર્પણ કરી નાખ્યુ: મહાત્મા ગાંધી પુસ્તકાલય નામકરણ

20 July 2019 06:57 PM
Rajkot
  • વોર્ડ નં.13 ની લાયબ્રેરીનું કોંગ્રેસે જનતા લોકાર્પણ કરી નાખ્યુ: મહાત્મા ગાંધી પુસ્તકાલય નામકરણ

દાયકાથી લાયબ્રેરીની જગ્યા પર કોંગ્રેસનું દબાણ ખાલી કરાવવા પ્રભાત ડાંગરની આગેવાનીમાં કાર્યક્રમ

રાજકોટ તા.20
રાજકોટના વોર્ડ નં.13 માં લાયબ્રેરીની અનામત જગ્યામાં આવાસ વિભાગની ખડકી દેવાયેલી કચેરી સામે કોંગ્રેસે આજે આશ્ર્ચર્યજનક કાર્યક્રમ યોજયો હતો. અને જનતા લોકાર્પણ કરીને શ્રી મહાત્મા ગાંધી પુસ્તકાલય નામકરણ કમી નાખવામાં આવ્યુ હતું.
વોર્ડ નં.13 ના કોંગી આગેવાન પ્રભાતભાઈ ડાંગરના વડપણ હેઠળ કોંગ્રેસે આશ્ર્ચર્યજનક કાર્યક્રમ યોજયો હતો. તેઓએ વાતચીતમાં કહ્યું કે કોર્પોરેશન દ્વારા 2006 માં ગુરૂપ્રસાદ ચોક ખાતે કોમર્શીયલ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમાં એક લાયબ્રેરીની પણ જોગવાઈ રાખવામાં આવી હતી. આ દરમ્યાન કોર્પોરેશન કચેરીનાં નવ નિર્માણને ધ્યાને રાખીને કામચલાઉ ધોરણે આવાસ વિભાગ માટે આ લાયબ્રેરીની જગ્યા ફાળવવામાં આવી હતી.
કોર્પોરેશનનાં રીનોવેશનને વર્ષો થઈ ગયા હોવા છતાં લાયબ્રેરીની જગ્યા આવાસ વિભાગે ખાલી ન હતી. આ મામલે મ્યુનિસિપલ કમી.નું ધ્યાન દોરવામાં આવ્યું હતુ. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે રાજકોટમાં આવવાના હોવાની તેમનાં હસ્તે લાયબ્રેરીનું લોકાર્પણ કરવા માંગ કરી હતી. પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો છેવટે આજે વોર્ડનાં નાગરીકોના હસ્તે જ જનતા લોકાર્પણ કરી દેવામાં આવ્યુ હતું.
પ્રભાતભાઈ ડાંગરે કહ્યું કે વોર્ડનાં નાગરીકો લાંબા સમયથી લાયબ્રેરી સુવિધા ઝંખે છે ભાજપના શાસકો ઈરાદાપૂર્વક લાયબ્રેરીની જગ્યા ખાલી કરતા નથી.
મુખ્યમંત્રી રૂપાણી આજે, રાજકોટમાં છે ત્યારે તેઓની લોકોની જરૂરીયાતોનો ગંભીરતાપૂર્વક સવાલ મળે એટલે તેઓની હાજરીમાં આશ્ર્ચર્યજનક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. વોર્ડનાં નાગરીકોનાં હસ્તે રીબીન કાપીને લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને શ્રી મહાત્મા ગાંધી પુસ્તકાલય અનાવરણ કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસનાં કાર્યક્રમને ધ્યાને રાખીને પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ કોર્પોરેશને વિજીલન્સનો કાફલો પણ દોડાવ્યો હતો.


Loading...
Advertisement