જુનાગઢમાં કેવુ ચાલે છે? કમલેશ મીરાણી અને ઉદય કાનગડે પાસેથી રીપોર્ટ માંગતા અંજલીબેન

20 July 2019 06:53 PM
Junagadh Saurashtra
  • જુનાગઢમાં કેવુ ચાલે છે? કમલેશ મીરાણી અને ઉદય કાનગડે પાસેથી રીપોર્ટ માંગતા અંજલીબેન

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. સતા જાળવવા માટે ભાજપ દ્વારા શકય તમામ પ્રયાસો કર્યા છે.કોંગ્રેસનાં ઉમેદવારોને ખેડવવાથી માંડીને પ્રચાર સુધીના મોરચે તમામ તાકાત લગાવી હતી. જુનાગઢનાં ચૂંટણી પ્રચારમાં રાજકોટનાં આગેવાનો-કોર્પોરેટરો-નેતાઓને પણ દોડાવવામાં આવ્યા હતા. રાજકોટનાં આગેવાનો જ સમગ્ર રણનીતી ઘડવામાં મોખરે હતા જયારે ટોપ-ટુ ટ્રબલ શુટર એવા કમલેશ મીરાણી અને ઉદય કાનગડ પાસે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્નિ અને ભાજપના મહિલા નેતા અંજલીબેન રૂપાણીએ રાજકીય રીપોર્ટ મેળવ્યો હતો. ચૂંટણીમાં કેવી રણનીતી અપનાવી છે કેટલી બેઠકો મળશે સહીતના મુદ્દે અંજલીબેને બન્ને નેતાઓ, પાસેથી રીપોર્ટ મેળવ્યો હતો.


Loading...
Advertisement