એસ.ટી.વર્કશોપ પાસેથી ચોરાઉ મુદામાલ સાથે ત્રણ શખ્સો પકડાયા

20 July 2019 06:51 PM
Rajkot
  • એસ.ટી.વર્કશોપ પાસેથી ચોરાઉ
મુદામાલ સાથે ત્રણ શખ્સો પકડાયા

પોલીસે લેપટોપ-ટીવી વેલ્ડીંગ મશીન મળી રૂા.20,000નો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ તા.20
શહેરના ગોંડલ રોડ એસ.ટી. વર્ક શોપ પાસે ત્રણ શંકાસ્પદ ઇસમો ચોરાઉ મુદામાલ સાથે ઉભા હોવાની બાતમી માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ જે.એસ.ચંપાવત, પો.કો.ભાવેશ ગઢવી સહિતના સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન મળતા બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી આરોપી પ્રદીપ ઉર્ફે પદીયો કાળુ પઢારીયા (ઉ.વ.20) (રહે.ગુલાબનગર), દિપક ખીમદાસ દાણીધારીયા (ઉ.વ.36) (રહે.કોઠારીયા સોલવન્ટ), રાહુલ ઉર્ફે ઘુઘો રમેશ ખસીયા (ઉ.વ.19) (રહે.ગુલાબનગર)ની ધરપકડ કરી સેમસંગ કંપનીનું 24 ઇંચનું ટીવી, ડેલ કંપનીનું 13 ઇંચનું લેપટોપ, 1 વેલ્ડીંગ મશીન મળી કુલ રૂા.20,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. ચોરાઉ મુદામાલ કયાંથી ચોરી કર્યો તે અંગે ત્રણેય શખ્સોની વધુ પુછપરછ હાથ ધરી છે.


Loading...
Advertisement