હનુમાન મઢી ચોક-ભવાનીનગરમાં જુગાર દરોડો: તીનપતી રમતા આઠ પકડાયા

20 July 2019 06:50 PM
Rajkot
  • હનુમાન મઢી ચોક-ભવાનીનગરમાં જુગાર
દરોડો: તીનપતી રમતા આઠ પકડાયા

પોલીસે રૂા.17840ની રોકડ કબ્જે કરી

રાજકોટ તા.20
શહેરના રૈયા રોડ હનુમાન મઢી ચોક, ભવાનીનગરમાં જુગાર ખેલાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 8 જુગારીની ધરપકડ કરી રૂા.17840ની રોકડ કબ્જે કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ રૈયા રોડ હનુમાન મઢી ચોકમાં રાજ મકાનમાં જુગાર ખેલાઈ રહ્યો હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી બહારથી માણસો બોલાવી તીનપતીનો જુગાર રમાડનાર પ્રતાપ બેચર સોલંકી (ઉ.43) (રે. હનુમાન મઢી ચોક), પ્રવિણ શામજી રાણવા (ઉ.41) (રહે. બેડીગામ), યુસુફ અલી ખેપોરી (ઉ.37) રહે. ગોંડલ, ભીખા નાનજી રાઠોડ (ઉ.62) રહે. કોઠારીયા કોલોનીની ધરપકડ કરી રૂા.10,330ની રોકડ કબજે કરી હતી.
જયારે 150 ફૂટ રીંગ રોડ ફોર્ચ્યુન હોટલ પાછળ ભવાનીનગર અને સરસ્વતી નગરની વચ્ચે ખુલ્લા પટ્ટમાં જુગાર ખેલાઈ રહ્યો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમી રહેલા પ્રવીણ હરજી જાદવ (ઉ.50) (રહે. ભવાનીનગર) નિતીન ઉર્ફે જીણો મુકેશ ચૌહાણ (ઉ.29) (રે.ભવાનીનગર) બીજલ રાજુ વઢીયારા (ઉ.21) (રે. સરસ્વતી નગર), દીલીપ રમેશ જરીયા (ઉ.34) રહે.ભવાનીનગરને ઝડપી લઈ રૂા.7510ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


Loading...
Advertisement