સોનીબજારમાંથી વધુ એક કારીગર એક કરોડનુ સોનુ લઈને ફરાર: વેપારીઓમાં સોપો

20 July 2019 06:47 PM
Rajkot
  • સોનીબજારમાંથી વધુ એક કારીગર એક કરોડનુ સોનુ લઈને ફરાર: વેપારીઓમાં સોપો

ત્રણ કિલો સોના સાથે કારીગર નાસી ગયાના સંદેશા વેપારી ગ્રુપમાં ફરવા લાગ્યા: ત્રણ દિવસમાં વધુ એક ઘટનાથી ખળભળાટ

રાજકોટ તા.20
સોનીબજાર કેટલાંક વખતથી તીવ્ર મંદીમાં છે અને છેલ્લા બે-ત્રણ દિવસ દરમ્યાન બે કારીગરો ત્રણ કરોડનું સોનુ લઈને નાસી ગયા છે ત્યારે ગઈકાલે વધુ એક કારીગર એક કરોડનુ ત્રણ કિલો સોનુ લઈને રફુચકકર થઈ ગયાની વાતથી સોનીબજારમાં સોપો પડી ગયો છે. સોનીબજારના વેપારીઓના મેસેજ ગ્રુપમાં જ કારીગરના ફોટા સહીતનો રીપોર્ટ ફરવા લાગ્યો છે અને તેની સાથે વ્યવહાર ધરાવતા વેપારીઓએ શોધખોળ આદરી છે.
સોનીબજારના સૂત્રોએ કહ્યું કે 9 કિલોથી વધુ સોનુ લઈને બંગાળી કારીગરો ફરાર થઈગયાની હજુ શાહી સુકાઈ નથી અને પોલીસ દ્વારા આ દિશામાં તપાસમાં કોઈ નકકર પ્રગતિ થઈ નથી ત્યાં વધુ એક કારીગર નાસી ગયો છે. ગઈકાલથી તેનો કોઈ અતોપતો નથી એટલે કદાચ બુધવારે જ નાસી ગયો હોવાની આશંકા છે. એકાદ ડઝન જેટલા વેપારીઓનું ત્રણેક કિલો સોનુ તેની પાસે હતુ તેવી ચર્ચા છે, આ સોનુ દાગીના બનાવવા માટે કારીગરને આપવામાં આવ્યું હતું જેની કિંમત અંદાજીત ત્રણ કરોડ રૂપિયા થવા જાય છે.
ત્રીજો કારીગર ત્રણ કિલો સોનુ લઈને નાશી ગયાના સંદેશા ગઈ મોડીરાત્રે જ સોની વેપારીઓના ગ્રુપમાં ફરવા લાગ્યા હતા જેને પગલે વેપારીઓમાં ખળભળાટ સર્જાયો છે ત્રણ દિ પુર્વે બે કારીગરોના નાશી જવાના પ્રત્યાઘાતો શાંત થયા નથી ત્યાં નવું પ્રકરણ ખુલતા ખળભળાટ સર્જાયો છે.
ત્રણેક કરોડનું 9 કિલો સોનુ લઈને નાસી ગયેલા કારીગરોનું પ્રકરણ પોલીસમાં પહોંચ્યું જ છે. ગુરુવારે જ પોલીસ અધિકારી ફરિયાદ અરજી આપવામાં આવી હતી તેની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. કારીગરોના મોબઈલ લોકેશનના આધારે પગેરુ દબાવવા સિવાય કોઈ નકકરતપાસ આગળ ધપી નથી ત્યાં જ નવું પ્રકરણ ખુલ્યુ છે.
છાશવારે કારીગરોના નાશી જવાના બનાવોથી વેપારીઓમાં આક્રોશ છે જ. કારીગરોનું રજીસ્ટ્રેન કરાવીને જ કામ સોંપવાનો પણ સૂર ઉઠતો જ રહ્યો છે. આ નવા પ્રકરણથી અવાજ તેજ બનવાનું માનવામાં આવે છે.


Loading...
Advertisement