જામનગરના ચીલઝડપ પ્રકરણમાં સ્થાનિક શખ્સની જ સંડોવણી ખુલી

20 July 2019 06:19 PM
Jamnagar
  • જામનગરના ચીલઝડપ પ્રકરણમાં સ્થાનિક શખ્સની જ સંડોવણી ખુલી

ચીલઝડપ કરનાર ઉત્તરપ્રદેશના શખ્સો રિમાન્ડ પર

જામનગરમાં જુદા જુદા સ્થળે મહિલાઓના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપ કરનારી ત્રિપુટીને પોલીસની ટીમે વતન ઉતરપ્રદેશ નાશી જવાની પેરવી વેળાએ રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાંથી દબોચી લીધી હતી.તેના કબજામાંથી સોનાના ચાર ચેઇન,બાઇક સહીતનો મુદામાલ કબજે કર્યો હતો. પુછપરછ વેળાએ સ્થાનિક શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તેની અટક કરી હતી.
જામનગર શહેરના સમર્પણ હોસ્પીટલ,ગુલાબનગર અને હાટકેશ્વર વિસ્તારમાં ત્રણ મહીલાને નિશાન બનાવી બાઇકસવાર બેલડી સોનાના ત્રણ ચેઇનની ચિલઝડપ કરી નાશી છુટી હોવાની જુદી જુદી ફરીયાદ નોંધાઇ હતી.આ બનાવની સીટી બી પોલીસની ટીમને તપાસ દરમિયાન ચિલ ઝડપ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ શખ્સો વતન ઉતર પ્રદેશ તરફ ભાગી જવાની પેરવી સાથે રેલ્વે સ્ટેશન નજીકના વિસ્તારમાં પસાર થવાના હોવાની બાતમી મળી હતી જેના આધારે ઇન્ચાર્જ પી.આઇ. એચ.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે વોચ ગોઠવીને ઉતર પ્રદેશના વતની રામસેવક રતિરામ જનકિય, શંકર ઉર્ફે રીંકુ ધર્મસિંહ ડાભી અને મોહન શ્રીરામ ડાભીને પકડી પાડીને તેના કબજામાંથી ચાર સોનાના ચોરાઉ ચેઇન અને બાઇક સહીત રૂ.1.99 લાખની મતા કબજે લીધી હતી.પોલીસ પુછપરછ દરમિયાન ત્રણેય શખ્સો ઉતરપ્રદેશમાંથી ચિલઝડપના બનાવને અંજામ આપવા માટે આવ્યા બાદ હાથ ફેરો કરી પરત વતનમાં જવા રેલ્વે સ્ટેશન જતા હોવાનુ ખુલ્યુ હતુ.આ ચેઇન સ્નેચર ત્રિપુટીને સ્થાનિક બંશી ચંદ્રમુખીએ બાઇક પુરૂ પાડીને મદદ કરી હોવાનુ બહાર આવતા પોલીસે તેની અટક કરી હતી.ત્રણેય પરપ્રાંતિય શખ્સોને પોલીસે રીમાન્ડની માંગણી સાથે રજુ કરતા જેલ હવાલે કરાયા હતા.


Loading...
Advertisement