જામનગર અને ઘુડસિયા ગામે જુગાર રમતાં એક ડઝન શખ્સો ઝડપાયા

20 July 2019 06:11 PM
Jamnagar Crime
  • જામનગર અને ઘુડસિયા ગામે જુગાર રમતાં એક ડઝન શખ્સો ઝડપાયા

21,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો

જામનગર અને તાલુકાના ઘુડસિયા ગામે સ્થાનિક પોલીસે દરોડા પાડી એક ડઝન શખ્સોને 21000ની રોકડ સહિતના 61,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યાં હતાં.
જામનગર તાલુકાના ઘુડસિયા ગામે પંચકોશી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલાં શખ્સોને આંતરી લીધા હતાં. આ દરોડા દરમિયાન તીનપત્તિનો જુગાર રમી હાર-જીત કરી જુગાર રમી રહેલાં રણછોડ મગનભાઇ સીતાપરા, બેચરભાઇ નરશીભાઇ રોરિયા, વિપુલ કારૂભાઇ સીતાપરા, કમલેશ કારૂભાઇ સીતાપરા, રાહુલ કાળુભાઇ સીતાપરા, કમલેશ કારૂભાઇ સીતાપરા અને હરેશ હકાભાઇ ખરા નામના શખ્સો આબાદ પકડાઇ ગયા હતાં. પોલીસે આ તમામ શખ્સોના કબ્જામાંથી રૂપિયા 10,050ની રોકડ કબ્જે કરી તમામની ધરપકડ કરી હતી. પોલીસે છ એ શખસો સામે જુગારધારા 12 મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે જામનગરમાં આર્યસમાજ પાછળ કુંભારવાડામાં જાહેરમાં ઘોડીપાસા ફેંકી જુગાર રમતા ઇમરાન હાસમ દરજાદા, ઇમરાન ઇસ્માઇલ બ્લોચ, વિપુલ દિનેશ નંદા, અશરફ કાસમ બ્લોચ અને ઇમરાન સલીમ નાઇ નામના છ શખ્સોને સિટી એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યા હતાં. પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી રૂપિયા 11,230ની રોકડ રકમ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement